गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Monkey army reaches the shore

 

(चौपाई) 

प्रभु पद पंकज नावहिं सीसा । गर्जहिं भालु महाबल कीसा ॥
देखी राम सकल कपि सेना । चितइ कृपा करि राजिव नैना ॥ १ ॥
राम कृपा बल पाइ कपिंदा । भए पच्छजुत मनहुँ गिरिंदा ॥
हरषि राम तब कीन्ह पयाना । सगुन भए सुंदर सुभ नाना ॥ २ ॥
जासु सकल मंगलमय कीती । तासु पयान सगुन यह नीती ॥
प्रभु पयान जाना बैदेहीं । फरकि बाम अँग जनु कहि देहीं ॥ ३ ॥
जोइ जोइ सगुन जानकिहि होई । असगुन भयउ रावनहि सोई ॥
चला कटकु को बरनैं पारा । गर्जहिं बानर भालु अपारा ॥ ४ ॥
नख आयुध गिरि पादपधारी । चले गगन महि इच्छाचारी ॥
केहरिनाद भालु कपि करहीं । डगमगाहिं दिग्गज चिक्करहीं ॥ ५ ॥
(छंद)
चिक्करहिं दिग्गज डोल महि गिरि लोल सागर खरभरे ।
मन हरष सब गंधर्ब सुर मुनि नाग किंनर दुख टरे ॥
कटकटहिं मर्कट बिकट भट बहु कोटि कोटिन्ह धावहीं ।
जय राम प्रबल प्रताप कोसलनाथ गुन गन गावहीं ॥ १ ॥
 
सहि सक न भार उदार अहिपति बार बारहिं मोहई ।
गह दसन पुनि पुनि कमठ पृष्ट कठोर सो किमि सोहई ॥
रघुबीर रुचिर प्रयान प्रस्थिति जानि परम सुहावनी ।
जनु कमठ खर्पर सर्पराज सो लिखत अबिचल पावनी ॥ २ ॥
(दोहा)
एहि बिधि जाइ कृपानिधि उतरे सागर तीर ।
जहँ तहँ लागे खान फल भालु बिपुल कपि बीर ॥ ३५ ॥
 

વાનરસેના સમુદ્રકિનારે પહોંચે છે

 

પ્રભુપદપંકજ ઢાળી શીશ ગર્જ્યાં ભાલુ મહાબળ કીસ;

પેખી રહ્યા સકળ કપિસૈન્ય રામ કૃપાથી સરસિજનેન.

 

રામકૃપાબળ પ્રાપ્ત કરી ગિરિસમ કપિએ કાય ધરી;

કર્યું પછી સાનંદ પ્રયાણ રામે શુકનસહિત તત્કાળ.

 

કીર્તિ જેમની મંગલ સર્વ પ્રયાણ હોય તેમનું પર્વ ;

જાણ્યું સીતાએ ન્યારું , વામઅંગ ફરકયું સારું.

 

રાવણને અપશુકન થયા, વિધિએ લેશ કરી દયા;

વર્ણન સૈન્યતણું કરાય, ગર્જનાથકી ગગન ભરાય.

 

(દોહરો)   

નખઆયુધ ગિરિવૃક્ષને ધારણ કરનારા

સ્વેચ્છાએ ધરતી અને ગગને ફરનારા

 

સિંહનાદ કરતા બધા કપિ ને ભાલુ અપાર,

ડોલી દિશા, કરી રહ્યા દિગ્ગજ સૌ ચિત્કાર.

 

(છંદ)

ડોલી ધરિત્રી, દિગ્ગજો ચિત્કાર સૌ કરતા રહ્યા,

સાગર ખળભળ્યા, ગિરિવર હલ્યા, દેવમુનિ હર્ષિત થયા;

ગંધર્વ કિન્નરનાગ સમજ્યા દુઃખ દૂર હવે થશે;

વાનર કરી ગર્જન કરોડો દોડતા સુભટો હસે

જય રામ પરમપ્રતાપ કોશલનાથ સૌ વદતા રસે.

 

ના શેષ ભાર સહી શકયા સેનાતણો સંમોહથી,

લાગ્યા પકડવા કૂર્મકેરી પીઠને નિજ દાંતથી;

સોહી રહ્યાં ચિહ્નો કમઠ પર કથા દિવ્ય પ્રયાણની

જાણે કહેતાં શેષઅંકિત રામની અતિપાવની.

 

(દોહરો)   

એમ કૃપાનિધિ છેવટે પહોંચ્યા સાગરતીર;

લાગ્યા સઘળે વિહરવા વિપુલ ભાલુ કપિવીર

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer