गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Mandodari pledges Ravana to end animosity

 

(चौपाई) 

उहाँ निसाचर रहहिं ससंका । जब तें जारि गयउ कपि लंका ॥
निज निज गृह सब करहिं बिचारा । नहिं निसिचर कुल केर उबारा ॥१ ॥
जासु दूत बल बरनि न जाई । तेहि आएँ पुर कवन भलाई ॥
दूतिन्ह सन सुनि पुरजन बानी । मंदोदरी अधिक अकुलानी ॥ २ ॥
रहसि जोरि कर पति पग लागी । बोली बचन नीति रस पागी ॥
कंत करष हरि सन परिहरहू । मोर कहा अति हित हियँ धरहू ॥ ३ ॥
समुझत जासु दूत कइ करनी । स्रवहिं गर्भ रजनीचर धरनी ॥
तासु नारि निज सचिव बोलाई । पठवहु कंत जो चहहु भलाई ॥ ४ ॥
तव कुल कमल बिपिन दुखदायई । सीता सीत निसा सम आई ॥
सुनहु नाथ सीता बिनु दीन्हें । हित न तुम्हार संभु अज कीन्हें ॥ ५ ॥
(दोहा)
राम बान अहि गन सरिस निकर निसाचर भेक ।
जब लगि ग्रसत न तब लगि जतनु करहु तजि टेक ॥ ३६ ॥
 

મંદોદરી રાવણને સલાહ આપે છે

 

લંકા જ્યારથી કપિએ બાળી બની ભયભીત રાક્ષસ ભારી

કરવા ત્યારથી લાગ્યા વિચાર થશે રાક્ષસકુળનો સંહાર.

 

કોઈ રક્ષી હવે શકશે ના; બળ દૂતનું દેખ્યું જરા

એના સ્વામી હશે તો કેવા, થશે હાલ સૌના જોવા જેવા.

 

હાથ જોડી વિનયભરી વાણી બોલી મંદોદરી પ્રિય શાણી,

સ્વામી, હરિના વિરોધને છોડો પ્રેમ રઘુપતિની સાથે જોડો.

 

ધરો હિતનાં વચનોને ધ્યાન બની શાંત જેથી જાય પ્રાણ

સ્નેહ સચિવને બોલાવી આજ રાખો કુળની તમારી લાજ.

 

કુળકમળવિપિન દુઃખકારી શીત રાતસમી સીતા ભારી,

તેને પાઠવો પ્રેમથી પાછી, નથી કાંઈ ગયું હજી નાસી.

 

(દોહરો)   

સીતાને રાખ્યાથકી સ્વપ્ને હિત નહિ થાય

બ્રહ્માશંભુ ભલે કરે તોપણ નાથ, કદાચ.

 

રામબાણ અહિગણસમાં મેંઢક અસુર અનેક,

ગ્રસે જ્યાંલગ ત્યાં સુધી રક્ષો કરી વિવેક.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer