गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravan ignores Mandodari's peldge

 

(चौपाई) 

श्रवन सुनि सठ ता करि बानी । बिहसा जगत बिदित अभिमानी ॥
सभय सुभाउ नारि कर साचा । मंगल महुँ भय मन अति काचा ॥ १ ॥
जों आवइ मर्कट कटकाई । जिअहिं बिचारे निसिचर खाई ॥
कंपहिं लोकप जाकीं त्रासा । तासु नारि सभीत बड़ि हासा ॥ २ ॥
अस कहि बिहसि ताहि उर लाई । चलेउ सभाँ ममता अधिकाई ॥
मंदोदरी हृदयँ कर चिंता । भयउ कंत पर बिधि बिपरीता ॥ ३ ॥
बैठेउ सभाँ खबरि असि पाई । सिंधु पार सेना सब आई ॥
बूझेसि सचिव उचित मत कहेहू । ते सब हँसे मष्ट करि रहेहू ॥ ४ ॥
जितेहु सुरासुर तब श्रम नाहीं । नर बानर केहि लेखे माहीं ॥ ५ ॥
(दोहा)
सचिव बैद गुर तीनि जौं प्रिय बोलहिं भय आस ।
राज धर्म तन तीनि कर होइ बेगिहीं नास ॥ ३७ ॥
 

રાવણ મંદોદરીની વિનતિને ઠુકરાવે છે

 

સુણતાંવેંત મધુર વાણી હસ્યો તરત શઠ અતિઅભિમાની,

સ્વભાવ સ્ત્રીનો બીકણ સાચ, નિર્બળ મન છે તારું ખાસ.

 

પતિ તુજ લોકપાલના નાથ જીવે તોપણ તું ભયસાથ,

એથી વધું દયનીય કાંઈ ડરતા મુજથી સુરમુનિરાય.

 

આવે જો કપિસૈન્ય અપાર ખાશે તો અસુરો તત્કાળ;

આલિંગી બોલીને એમ ચાલ્યો અબુધ મનુજની જેમ.

 

વિધાતા બન્યા છે વિપરીત સન્નારી સમજી ચિત્ત;

સભામહીં બેઠો બળવાન ખેંચ્યું ત્યાં કોઈએ ધ્યાન

સૈન્ય પહોંચ્યું  સાગરપાર; પૂછયો મંત્રી તણો વિચાર.

 

(દોહરો)   

સચિવ હસી બોલ્યા તમે જીત્યા દાનવદેવ

અનાયાસ, તો નર અને વાનર હિસાબ કેમ ?

 

સચિવ વૈદ ગુરુ  જો વદે પ્રિય રાખી ભય આશ,

રાજ્ય ધર્મ તન તો ત્રણે પામે સત્વર નાશ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer