गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Vibhishan meets Ravana

 

(चौपाई) 

सोइ रावन कहुँ बनी सहाई । अस्तुति करहिं सुनाइ सुनाई ॥
अवसर जानि बिभीषनु आवा । भ्राता चरन सीसु तेहिं नावा ॥ १ ॥
पुनि सिरु नाइ बैठ निज आसन । बोला बचन पाइ अनुसासन ॥
जौ कृपाल पूँछिहु मोहि बाता । मति अनुरूप कहउँ हित ताता ॥ २ ॥
जो आपन चाहै कल्याना । सुजसु सुमति सुभ गति सुख नाना ॥
सो परनारि लिलार गोसाई । तजउ चउथि के चंद कि नाई ॥ ३ ॥
चौदह भुवन एक पति होई । भूतद्रोह तिष्टइ नहिं सोई ॥
गुन सागर नागर नर जोऊ । अलप लोभ भल कहइ न कोऊ ॥ ४ ॥
(दोहा)
काम क्रोध मद लोभ सब नाथ नरक के पंथ ।
सब परिहरि रघुबीरहि भजहु भजहिं जेहि संत ॥ ३८ ॥
 

વિભિષણ રાવણને મળે છે

 

(દોહરો)   

રાવણનાં પણ સચિવ સૌ કરતા વ્યર્થ વખાણ;

આવ્યા ત્યાં વિભીષણ કરતાં પદે પ્રણામ.

 

બોલ્યા, કૃપાળુ, આપની આજ્ઞાથી બોલું,

હિતની વાત જણાવતાં દિલ મારું ખોલું.

 

સુયશ સુમતિ સુખને વળી જે ચાહે કલ્યાણ

તે પરનારી ના ધરે ચોથચંદ્રસમ ધ્યાન.

 

તે પરનારી મુખ તજે, ચૌદ ભવનપતિ હોય

તોપણ ટકી શકે નહીં ભૂતદ્રોહથી કોય.

 

ગુણસાગર નાગર ભલે હોય માનવી કો

મનાય તે ઉત્તમ નહીં લોભ ધરાવે તો.

 

કામ ક્રોધ મદ લોભને કહ્યા નરકના પંથ,

તજી સર્વ રઘુવર ભજે, ભજે જેમને સંત.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer