गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Vibhishan meets Ram

 

(चौपाई) 

सादर तेहि आगें करि बानर । चले जहाँ रघुपति करुनाकर ॥
दूरिहि ते देखे द्वौ भ्राता । नयनानंद दान के दाता ॥ १ ॥
बहुरि राम छबिधाम बिलोकी । रहेउ ठटुकि एकटक पल रोकी ॥
भुज प्रलंब कंजारुन लोचन । स्यामल गात प्रनत भय मोचन ॥ २ ॥
सिंघ कंध आयत उर सोहा । आनन अमित मदन मन मोहा ॥
नयन नीर पुलकित अति गाता । मन धरि धीर कही मृदु बाता ॥ ३ ॥
नाथ दसानन कर मैं भ्राता । निसिचर बंस जनम सुरत्राता ॥
सहज पापप्रिय तामस देहा । जथा उलूकहि तम पर नेहा ॥ ४ ॥
(दोहा)
श्रवन सुजसु सुनि आयउँ प्रभु भंजन भव भीर ।
त्राहि त्राहि आरति हरन सरन सुखद रघुबीर ॥ ४५ ॥
 

વિભિષણ રામનું દર્શન કરે છે

 

આગળ કરી એમને વાનર આવ્યા જ્યાં રઘુપતિ કરુણાકર;

દેખ્યા દૂર રહી બે ભ્રાત ભક્તે કૃતાર્થ ગણતાં જાત.

 

નીરખી મધુમય રસભર રામ કરવા લાગ્યાં નેત્ર કામ;

પ્રલંબ ભુજ કંજારુણ લોચન શ્યામલ અંગ પ્રણતભયમોચન.

 

સિંહકંધ ઉર અતીવ વિશાળ, વદન મદનમનમોહનહાર;

નયન નીર અતિપુલકિત ગાત્ર; કહી ધૈર્ય ધારીને વાત.

 

બંધુ દશાનનનો હું નાથ નિશિચરવંશ જન્મ જગતાત !

સહજ પાપપ્રિય તામસદેહ ઉલૂકને જ્યમ તમ પર નેહ.

 

(દોહરો)   

આવ્યો સુયશ સુણી અહીં પ્રભુ ભંજન ભવભીર,

ત્રાહિ ત્રાહિ આર્તિહરણ શરણસુખદ રઘુવીર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer