गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Spy gives information to Ravana

 

(चौपाई) 

तुरत नाइ लछिमन पद माथा । चले दूत बरनत गुन गाता ॥
कहत राम जसु लंकाँ आए । रावन चरन सीस तिन्ह नाए ॥ १ ॥
बिहसि दसानन पूँछी बाता । कहसि न सुक आपनि कुसलाता ॥
पुनि कहु खबरि बिभीषन केरी । जाहि मृत्यु आई अति नेरी ॥ २ ॥
करत राज लंका सठ त्यागी । होइहि जव कर कीट अभागी ॥
पुनि कहु भालु कीस कटकाई । कठिन काल प्रेरित चलि आई ॥ ३ ॥
जिन्ह के जीवन कर रखवारा । भयउ मृदुल चित सिंधु बिचारा ॥
कहु तपसिन्ह कै बात बहोरी । जिन्ह के हृदयँ त्रास अति मोरी ॥ ४ ॥
(दोहा)
की भइ भेंट कि फिरि गए श्रवन सुजसु सुनि मोर ।
कहसि न रिपु दल तेज बल बहुत चकित चित तोर ॥ ५३ ॥
 

દૂતો રાવણને જઇને બધી માહિતી આપે છે

 

(દોહરો)   

લક્ષ્મણને વંદી કરી ગુણનાં વળી વખાણ

યશ વર્ણવતાં રામનો દૂતે કર્યું પ્રયાણ.

*

હસી રાવણે પૂછી વાત, કુશળ સ્વસ્થ શુક, તારી જાત ?

મળ્યો વિભીષણને શો સાર, સમીપ એની ફરકે કાળ.

કર્યો રાજ્ય લંકાનો ત્યાગ, બનશે જવનો કીટ અભાગ.

 

ભાલુવાનરોની સેના કાળ ગ્રાસ કરશે એના;

સાગર કોમળચિત્ત કૃપાળ બન્યો જેમનો છે રખવાળ.

 

(દોહરો)   

મુજથી ડરનારા કહે તપસ્વીતણી વાત;

મળ્યો તેમને તું જઈ સિંધુતટે સાક્ષાત્?

 

ઉત્તમ યશ મારો સુણી ઉભય ફર્યા પાછા

મને જીતવાની તજી સીતાની આશા ?

 

રિપુદળબળને તેજને  કેમ નથી કહેતો,

ચકિત થયો છે કેમ તું , શાંતિ નથી લહેતો ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer