गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ram decides to teach Ocean a lesson

 

(चौपाई) 

लछिमन बान सरासन आनू । सोषौं बारिधि बिसिख कृसानू ॥
सठ सन बिनय कुटिल सन प्रीती । सहज कृपन सन सुंदर नीती ॥ १ ॥
ममता रत सन ग्यान कहानी । अति लोभी सन बिरति बखानी ॥
क्रोधिहि सम कामिहि हरि कथा । ऊसर बीज बएँ फल जथा ॥ २ ॥
अस कहि रघुपति चाप चढ़ावा । यह मत लछिमन के मन भावा ॥
संधानेउ प्रभु बिसिख कराला । उठी उदधि उर अंतर ज्वाला ॥ ३ ॥
मकर उरग झष गन अकुलाने । जरत जंतु जलनिधि जब जाने ॥
कनक थार भरि मनि गन नाना । बिप्र रूप आयउ तजि माना ॥ ४ ॥
(दोहा)
काटेहिं पइ कदरी फरइ कोटि जतन कोउ सींच ।
बिनय न मान खगेस सुनु डाटेहिं पइ नव नीच ॥ ५८ ॥
 

રામ સાગરને શોષવા બાણ કાઢે છે

 

લક્ષ્મણ, લાવો ધનુષ ને બાણ શોષું પાવકે સાગર પ્રાણ;

શઠથી વિનય કુટિલથી પ્રીત કૃપણ નીતિતણી રીત,

 

જ્ઞાનવાત મમતા રત સાથ અતિલોભીને વિરતિ વખાણ,

ક્રોધિત પાસે રામસંદેશ કામી આગળ હરિ ઉપદેશ,

બીજ જમીને ખારી જેમ નિષ્ફળ જાય સર્વ તેમ.

 

સાંધ્યું બોલી બાણ કરાળ, ઉદધિઉરમહીં જાગી જ્વાળ,

વ્યાકુળ જલચર બધા બન્યા, હાહાકાર અનેક થયા.

 

કનકથાળમાં રત્ન ભરી વિપ્રશ્રેષ્ઠનું રૂપ ધરી

અહં તજી અર્ણવ આવ્યો, શક્તિ સમક્ષ ના ફાવ્યો.

 

(દોહરો)   

કદરી કાપ્યા વિણ કદી સીંચ્યાથી ફળે,

નીચ માને વિનયથી નમે સદાય ડર્યે.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer