गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Bharat longing for Ram's arrival

 

(चौपाई)

रहेउ एक दिन अवधि अधारा। समुझत मन दुख भयउ अपारा ॥

कारन कवन नाथ नहिं आयउ। जानि कुटिल किधौं मोहि बिसरायउ ॥१ ॥

अहह धन्य लछिमन बड़भागी। राम पदारबिंदु अनुरागी ॥

कपटी कुटिल मोहि प्रभु चीन्हा। ताते नाथ संग नहिं लीन्हा ॥ २ ॥

जौं करनी समुझै प्रभु मोरी। नहिं निस्तार कलप सत कोरी ॥

जन अवगुन प्रभु मान न काऊ। दीन बंधु अति मृदुल सुभाऊ ॥ ३ ॥

मोरि जियँ भरोस दृढ़ सोई। मिलिहहिं राम सगुन सुभ होई ॥

बीतें अवधि रहहि जौं प्राना। अधम कवन जग मोहि समाना ४ ॥

(दोहा)

राम बिरह सागर महँ भरत मगन मन होत।

बिप्र रूप धरि पवन सुत आइ गयउ जनु पोत १(क) ॥  

बैठि देखि कुसासन जटा मुकुट कृस गात।

राम राम रघुपति जपत स्त्रवत नयन जलजात ॥ १(ख) ॥

 

ભરત દ્વારા રામના આગમનની જોવાતી રાહ

 

રહ્યો એક દિન અવધિતણો, થઈ રહ્યો સંતાપ ઘણો;

આવ્યા કેમ હજુ પણ નાથ, છોડયો કુટિલ ગણી મુજ સાથ ?

 

પરમધન્ય લક્ષ્મણ બડભાગ રામચરણ જગવ્યો અનુરાગ;

કપટી કુટિલ મને પ્રભુ ગણ્યો, સાથ નાથે સ્વપ્ને ધર્યો.

 

કરણી મારી ધ્યાન ધરે કલ્પશત તો મુક્તિ મળે;

જનઅવગુણ પ્રભુ પણ જુએ દીનબંધુ અતિમૃદુલ ખરે.

 

દઢ વિશ્વાસ થતો મનમાંહ્ય મળશે રામ શુકન શુભ થાય;

અવધિ પછી જો રહેશે પ્રાણ મુજસમાન તો અધમ આન.

 

(દોહરો)           

રામવિરહ સાગરમહીં ડૂબ્યો પ્રેમળ પ્રાણ,

વિપ્રવેશ ત્યાં પવનસુત પહોંચ્યા નાવસમાન.

 

કુશાસને જોયા ભરત જટામુકુટ કૃશકાય,

રામરામ જપતા સતત અશ્રુસહ નયનમાંહ્ય.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer