|
જોતાવેંત
થયો
અતિહર્ષ,
પુલકિત
તન
લોચન
જલસ્પર્શ;
મનમાં
બહુ
પ્રકાર
સુખ
માની
બોલ્યા
શ્રવણસુધાસમ
વાણી.
જેની
વિરહવ્યથા
અનુભવો,
જેના
ગુણગણ
સદા
સ્તવો,
રઘુકુળતિલક
સુજનસુખધામ
સુરમુનિરક્ષક
એ
શ્રીરામ,
આવ્યા
સીતાલક્ષ્મણસાથ
ક્ષેમકુશળ
જીતી
રિપુ
નાથ,
દેવ
એમના
યશને
ગાય,
દર્શક
સઘળા
પાવન
થાય.
ભરત
સુણીને
ભૂલ્યા
દુ:ખ
તૃષાર્ત
પામી
જેમ
પિયૂષ.
કોણ
તમે
ક્યાંથી
આવ્યા,
વચનો
પરમપ્રિય
સુણાવ્યાં;
મારુતસુત
હું
કૃપાનિધાન,
નામ
મારું
છે
કપિ
હનુમાન.
(દોહરો)
દીનબંધુ
છું
રામનો
નાનો
સેવક
હું;
સુણતાં
તન
પુલકિત
બન્યું
ભરતતણું
સઘળું.
ભેટયા
સાદર;
ભેટતાં
સ્નેહ
સમાયો
ના;
અશ્રુ
વહેવા
ઝરણશાં
લાગ્યાં
લોચનનાં.
દર્શનથી
હનુમાન
મુજ
સંકટ
સર્વ
શમ્યાં,
રામ
મળ્યા
પ્રીતે
મને
તમારા
જ
રૂપમાં.
વારંવાર
કુશળ
સુણી
બોલ્યા
ભરત
સપ્રેમ,
તમને
શું
આપું
કહો,
બદલો
વાળું
કેમ
?
*
આ
સંદેશસદૃશ
જગમાંહ્ય
કર્યો
વિચાર
છે
નહીં
કાંય;
છૂટી
શકીશ
ઋણથી
ના,
પ્રભુનું
ચરિત
કહો
અધુના.
ઢાળી
હનુમંતે
પદ
શીશ
રઘુપતિકેરું
કહ્યું
ચરિત્ર;
વદ્યા
ભરત
કપિ,
મુજને
રામ
સ્મરે
છે
કદી
દાસ
સમાન
?
(છંદ)
નિજ
દાસસમ
રઘુવંશભૂષણ
સ્મરણ
રામે
મુજ
કર્યું
?
વચનો
ભરતનાં
નમ્ર
સુણતાં
કપિતણું
અંતર
દ્રવ્યું;
રઘુવીર
જગના
નાથ
જેના
ગુણોને
સ્વમુખે
કહે,
તે
ભરત
સદગુણસિંઘુ
નમ્ર
પવિત્ર
શાને
ના
રહે
?
(દોહરો)
રામપ્રાણપ્રિય
છો
તમે,
સત્ય
કહું
છું
પ્રભો;
સુણી
ભરત
ભેટયા
ફરી,
હર્ષ
ન
જાય
કહ્યો.
ભરતપદે
પ્રણમી
તરત
આવ્યા
કપિ
પ્રભુ
પાસ,
કુશળ
સુણી
હરખી
ચઢયા
રામ
પુષ્પકે
ખાસ.
|