गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Ram meets mothers

 

(चौपाई)

भरतानुज लछिमन पुनि भेंटे। दुसह बिरह संभव दुख मेटे

सीता चरन भरत सिरु नावा। अनुज समेत परम सुख पावा ॥ १ ॥

प्रभु बिलोकि हरषे पुरबासी। जनित बियोग बिपति सब नासी ॥

प्रेमातुर सब लोग निहारी। कौतुक कीन्ह कृपाल खरारी ॥ २ ॥

अमित रूप प्रगटे तेहि काला। जथाजोग मिले सबहि कृपाला ॥

कृपादृष्टि रघुबीर बिलोकी। किए सकल नर नारि बिसोकी ॥ ३ ॥

छन महिं सबहि मिले भगवाना। उमा मरम यह काहुँ न जाना ॥

एहि बिधि सबहि सुखी करि रामा। आगें चले सील गुन धामा ॥ ४ ॥

कौसल्यादि मातु सब धाई। निरखि बच्छ जनु धेनु लवाई ॥ ५ ॥

(छंद)

जनु धेनु बालक बच्छ तजि गृहँ चरन बन परबस गईं।

दिन अंत पुर रुख स्त्रवत थन हुंकार करि धावत भई ॥

अति प्रेम सब मातु भेटीं बचन मृदु बहुबिधि कहे।

गइ बिषम बियोग भव तिन्ह हरष सुख अगनित लहे ॥

(दोहा)

भेटेउ तनय सुमित्राँ राम चरन रति जानि।

रामहि मिलत कैकेई हृदयँ बहुत सकुचानि ॥ ६(क) ॥  

लछिमन सब मातन्ह मिलि हरषे आसिष पाइ।

कैकेइ कहँ पुनि पुनि मिले मन कर छोभु न जाइ ॥ ६(ख) ॥

 

શ્રી રામ માતાઓને મળે છે

 

(દોહરો)

લક્ષ્મણને ભેટી પછી શત્રુધ્ને પ્રેમે,

શમવી વિરહતણી વ્યથા વરસોની કેમે.

 

ભરત અને શત્રુધ્ન બે સીતાચરણ નમી,

પરમસુખ રહ્યા અનુભવી, રસમાં રહ્યા રમી.

*

પેખી પ્રભુ હરખ્યા પુરવાસી, વ્યથા ગઈ વિરહજનિત નાસી,

પ્રેમાતુર જન સર્વ નિહાળી કૌતુક પ્રભુએ કર્યું વિચારી.

 

અમિત સ્વરૂપે પ્રગટ થયા, યથાયોગ્ય સૌનેય મળ્યા;

કૃપાદષ્ટિ ક્ષણવાર કરી અશોક સૌને કર્યાં વળી.

 

ક્ષણમાં સુખે મળ્યા ભગવાન, થઈ રહસ્યતણી ના જાણ;

શાંતિ ધરી રીતે રામ ચાલ્યા પરમ શીલગુણધામ.

 

(દોહરો)

દોડે ગાય વિયાયલી વત્સ વિલોકી જેમ,

કૌશલ્યા ને માત પણ દોડી બીજી તેમ.

 

(છંદ)

ગાયો તજીને વિવશ બનતાં વત્સને વનમાં ગઈ,

સંધ્યાસમય સ્નેહ છલેલી દોડતી આવે બધી,

એવી આવી માત સૌ, રામે મધુર વચનો કહ્યાં,

સુખશાંતિ સૌ આનંદ પામી, અશ્રુ આંખથકી વહ્યાં.

 

(દોહરો)

સુમિત્રા મળી પુત્રને રામચરણરતિ જાણી;

કૈકેયી રઘુવર મળી સંકોચ રહી માની.

 

લક્ષ્મણે મળી માતને પામી આશીર્વાદ,

ફરી ફરી લીઘું મળી સહજ ક્ષોભની સાથ,

કૈકેયીને, ના શક્યો પ્રગટી પ્રાણે રાગ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer