गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Ram Rajya - an ideal kingdom

 

(चौपाई)

फूलहिं फरहिं सदा तरु कानन। रहहि एक सँग गज पंचानन ॥

खग मृग सहज बयरु बिसराई। सबन्हि परस्पर प्रीति बढ़ाई ॥ १ ॥

कूजहिं खग मृग नाना बृंदा। अभय चरहिं बन करहिं अनंदा ॥

सीतल सुरभि पवन बह मंदा। गूंजत अलि लै चलि मकरंदा ॥ २ ॥

लता बिटप मागें मधु चवहीं। मनभावतो धेनु पय स्त्रवहीं

ससि संपन्न सदा रह धरनी। त्रेताँ भइ कृतजुग कै करनी ॥ ३ ॥

प्रगटीं गिरिन्ह बिबिध मनि खानी। जगदातमा भूप जग जानी ॥

सरिता सकल बहहिं बर बारी। सीतल अमल स्वाद सुखकारी ४ ॥

सागर निज मरजादाँ रहहीं। डारहिं रत्न तटन्हि नर लहहीं ॥

सरसिज संकुल सकल तड़ागा। अति प्रसन्न दस दिसा बिभागा ॥ ५ ॥

(दोहा)

बिधु महि पूर मयूखन्हि रबि तप जेतनेहि काज।

मागें बारिद देहिं जल रामचंद्र के राज ॥ २३ ॥

 

રામરાજ્યનું વર્ણન

 

ફૂલેફળે સદા તરુ કાનન, સાથ રહેતા ગજ પંચાનન;

ખગપશુ સહજ ભૂલતાં વેર પારસ્પરિક વધારે પ્રેમ.

 

કૂજે ખગમૃગકેરાં વૃંદ નિર્ભય વિચરે વન સાનંદ;

વહે પવન શીતળ શુભ મંદ, ગૂંજે અલિ માણી મકરંદ.

 

લતાવિટપ માગ્યે મધુ ધરે, ધેનુ સરસ પયદાન કરે;

સંપન્ન બની શુભ ધરણી, ત્રેતામાં સતયુગકરણી.

 

પ્રગટી પર્વતમાં મણિખાણ થતાં ભૂપ જગદાત્માજાણ;

સરિતા સકળ વહે મધુ નીર શીતળ વિમળ સુખદ નિજ તીર.

 

નદ નિજ મર્યાદા પાળે, રત્ન ધરે તે નર ધારે;

સરસિજ સંકુલ સકળ તડાગ, અતિપ્રસન્ન દસદિશાવિભાગ.

 

(દોહરો)

અમૃત દેતો ચંદ્રમા, રવિ તપતો સપ્રમાણ,

માગ્યા મેઘો વરસતા રામરાજ્ય રસપ્રાણ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer