गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Difference between good and bad people

 

(चौपाई)

करउँ कृपानिधि एक ढिठाई। मैं सेवक तुम्ह जन सुखदाई ॥

संतन्ह कै महिमा रघुराई। बहु बिधि बेद पुरानन्ह गाई ॥ १ ॥

श्रीमुख तुम्ह पुनि कीन्हि बड़ाई। तिन्ह पर प्रभुहि प्रीति अधिकाई ॥

सुना चहउँ प्रभु तिन्ह कर लच्छन। कृपासिंधु गुन ग्यान बिचच्छन ॥ २ ॥

संत असंत भेद बिलगाई। प्रनतपाल मोहि कहहु बुझाई ॥

संतन्ह के लच्छन सुनु भ्राता। अगनित श्रुति पुरान बिख्याता ॥ ३ ॥

संत असंतन्हि कै असि करनी। जिमि कुठार चंदन आचरनी ॥

काटइ परसु मलय सुनु भाई। निज गुन देइ सुगंध बसाई ॥ ४ ॥

(दोहा)

ताते सुर सीसन्ह चढ़त जग बल्लभ श्रीखंड।

अनल दाहि पीटत घनहिं परसु बदन यह दंड ॥ ३७ ॥

 

સંત અને અસંતનો ભેદ

 

(દોહરો)

કરું ધૃષ્ટતા એક હું સેવક બનતાં આજ,

સેવક સુખદાતા તમે રાખો મારી લાજ,

 

વેદપુરાણે સંતના મહિમાને ગાયો,

તમેય મહિમા તેમનો સ્વમુખે વખાણ્યો.

 

લક્ષણ સઘળાં એમનાં સુણવા હું માગું;

જ્ઞાનનિપુણ ઉપદેશ દો, જડતાથી જાગું.

 

કૃપાસિંધુ ગુણધામ હે પ્રણતપાલ શ્રીરામ,

સંત અસંતતણા કહો મુજને ભેદ તમામ.

 

રામ વદ્યા અગણિત કહ્યાં લક્ષણ સંતતણા,

શ્રુતિ-સ્મૃતિમાં વિખ્યાત છે, સંતે કહ્યાં ઘણાં.

 

વર્તન સંત-અસંતનું કુઠાર ચંદન  જેમ;

કુઠાર કાપે તોય દે ચંદન ગંધ સપ્રેમ.

 

સુરશિર પર તેથી ચઢે સૌને પ્રિય શ્રીખંડ;

બાળી અનલે પરશુને પીટીને દે દંડ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer