गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

How God removes the veil of ignorance

 

(चौपाई)

सुनु खगेस रघुपति प्रभुताई। कहउँ जथामति कथा सुहाई ॥

जेहि बिधि मोह भयउ प्रभु मोही। सोउ सब कथा सुनावउँ तोही ॥ १ ॥

राम कृपा भाजन तुम्ह ताता। हरि गुन प्रीति मोहि सुखदाता ॥

ताते नहिं कछु तुम्हहिं दुरावउँ। परम रहस्य मनोहर गावउँ ॥ २ ॥

सुनहु राम कर सहज सुभाऊ। जन अभिमान न राखहिं काऊ ॥

संसृत मूल सूलप्रद नाना। सकल सोक दायक अभिमाना ॥ ३ ॥

ताते करहिं कृपानिधि दूरी। सेवक पर ममता अति भूरी ॥

जिमि सिसु तन ब्रन होइ गोसाई। मातु चिराव कठिन की नाईं ॥ ४ ॥

(दोहा)

जदपि प्रथम दुख पावइ रोवइ बाल अधीर।

ब्याधि नास हित जननी गनति न सो सिसु पीर ॥ ७४(क) ॥  

तिमि रघुपति निज दासकर हरहिं मान हित लागि।

तुलसिदास ऐसे प्रभुहि कस न भजहु भ्रम त्यागि ॥ ७४(ख) ॥

 

ભગવાન ભક્તનું અજ્ઞાન શી રીતે હરે છે

 

સુણો ગરુડ રઘુપતિ પ્રભુતા, કહું મતિમુજબ સુરમ્ય કથા;

મને થયો જેવિઘ સંમોહ થયો વળી જેથી નિર્મોહ.

 

રામકૃપાપાત્ર તમે છો, હરિગુણરસથી સુખપ્રદ છો;

એથી ગુપ્ત કશું રાખું, રહસ્યને રસમય ભાખું.

 

રામ સ્વભાવ ખરે મહાન નિજ જનનું સહે અભિમાન;

સંસૃતિમૂળ શૂલપ્રદ સકલ શોકકારક કટુ છે.

 

કરે કૃપાનિધિ એને દૂર, સેવક પર મમતા ભરપૂર;

શિશુતનવ્રણને જનની જેમ કઠોર હૃદયે ચીરે તેમ.

 

(દોહરો)

પ્રથમ થઈ દુ:ખી રડે બાળક ભલે અધીર,

વ્યાધિનાશ માટે ગણે મા નવ પીડ લગીર.

 

રામ હરે અભિમાનને હિતને માટે તેમ;

એવા પ્રભુને ભ્રમ તજી ભજે માનવ કેમ ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer