|
વદ્યા સપ્રેમ ફરી
ખગરાવ કૃપાળુ હો મારા પર ભાવ,
સેવક મુજને સમજી
તો સપ્ત પ્રશ્નના ઉત્તર દો.
પ્રથમ કહો પ્રભુ
હે મતિધીર,
સૌથી દુર્લભ કવણ
શરીર;
સુખ ને દુ:ખ કવણ
છે
શ્રેષ્ઠ,
કહો કરી સંક્ષેપ
વિવેક.
સમજો સંત-અસંત
સ્વભાવ
મર્મ તેમનો ભાવ
અભાવ;
કવન પુણ્ય
શ્રુતિવિદિત વિશાળ કહો કવન અઘ પરમ
કરાળ.
સવિસ્તર કહો
માનસરોગ,
સર્વજ્ઞ તમે
કરુણાધોધ;
કાગ વદ્યા સાદર
સપ્રીત સુણો કહું સંક્ષેપ રીત.
નર
તન
સમ નવ કોઈ
દેહ,
જીવ ચરાચર યાચે
તેહ;
સ્વર્ગ
નરક
અપવર્ગ
નિસરણી
જ્ઞાન વિરક્તિ
ભક્તિ
શુભ
કરણી.
એ તનથી હરિ જે ન
ભજે,
વિષય
સાજ
અતિહીન સજે,
પારસમણિને તજતાં
તે મૂર્ખ કાચને કરમાં લે.
દરિદ્રતા
સમ દુ:ખ ન
ખરે સંતમિલન
સમ સુખ ન
મળે;
પર
ઉપકાર
મનવચનકાય સંતસ્વભાવ સહજ ખગરાય !
સંત સહે દુ:ખ
પરહિતકાજ પરદુ:ખકાજ અસંત અભાગ;
ભોજવૃક્ષ
સમ સંત
કૃપાલ પરહિત વેઠે વિપદ વિશાળ.
શણ
સમાન શઠ
બંધન કરે ખાલ કઢાવી કષ્ટે મરે,
કરે સ્વાર્થ
વિણ પર
અપકાર અહિ
મૂષક
સમ સતત
અપાર.
હિમ કૃષિ હણતાં
પામે નાશ,
મરે અન્ય સુખ
હણતાં ખાસ,
દુષ્ટ જગતમાં ઉદય
કરી કેતુ જેમ લે શાંતિ હરી.
(દોહરો)
સંત ઉદય સુખ આપતો
સદા સૂર્યશશિ જેમ;
અહિંસા પરમધર્મ
છે પરનિંદા અઘ તેમ.
*
હરિ
ગુરુ
નિંદક
દાદુર થાય,
સહસ્ત્ર
જન્મ ધરે
તે કાય,
દ્વિજ
નિંદક બહુ
નરકે વાસ કરી ધરે વાયસ
તન ખાસ.
માની
શ્રુતિસુરનિંદક જે જન રૌરવ નરકે પડતા તે;
બને ઉલૂક
સંતનિંદારત મોહનિશાપ્રિય જ્ઞાનભાનુગત.
સૌની નિંદા
જે જન કરે
ચમગાદુરતન
તેને મળે;
હવે વર્ણવું
માનસરોગ જેથી દુ:ખ સૌ પામે લોક.
મોહ સર્વ
વ્યાધિતણું મૂળ,
તેમાંથી
ઊપજે બહુ શૂલ;
કામ વાત કફ લોભ
અપાર ક્રોધ પિત્ત છાતીની જ્વાળ.
ત્રણે બંધુ એ
પ્રીતિ કરે સંનિપાત તો દુ:ખદ મળે;
વિષય
મનોરથ
દુર્ગમ શૂળ કરે સકળ જીવનને ધૂળ.
ઈર્ષ્યા ખસ દાદર
છે રાગ,
વ્યાધિ ગળાના
હર્ષવિષાદ;
પરસુખથી જલવું
ક્ષય તે,
કોઢ કુટિલતા મનની
જે.
ગાંઠરોગ અતિ
દુ:ખદ અહં,
નસરોગ કપટ
મદ
રતિ
દંભ;
તૃષ્ણા ઉદરવૃદ્ધિ
અતિઘોર ત્રિવિધ એષણા તાવ કઠોર.
દ્વિવિધ તાવ
મત્સર અવિવેક,
કહું કયાં
લગ કુરોગ
અનેક ?
(દોહરો)
એક વ્યાધિવશ નર
મરે આ અસાધ્ય બહુ વ્યાધિ,
પીડે સદાય
જીવને,
પામે કેમ સમાધિ
?
*
નિયમ
ધર્મ
આચાર
તપ જ્ઞાન
યજ્ઞ
જપ
દાન,
ભેષજ કોટિ છતાંય
ના સ્વાસ્થ્ય પામતો પ્રાણ.
|