गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Effect of Ramayana

 

(चौपाई)

राम कथा गिरिजा मैं बरनी। कलि मल समनि मनोमल हरनी ॥

संसृति रोग सजीवन मूरी। राम कथा गावहिं श्रुति सूरी ॥ १ ॥

एहि महँ रुचिर सप्त सोपाना। रघुपति भगति केर पंथाना ॥

अति हरि कृपा जाहि पर होई। पाउँ देइ एहिं मारग सोई ॥ २ ॥

मन कामना सिद्धि नर पावा। जे यह कथा कपट तजि गावा ॥

कहहिं सुनहिं अनुमोदन करहीं। ते गोपद इव भवनिधि तरहीं ॥ ३ ॥

सुनि सब कथा हृदयँ अति भाई। गिरिजा बोली गिरा सुहाई ॥

नाथ कृपाँ मम गत संदेहा। राम चरन उपजेउ नव नेहा ॥ ४ ॥

(दोहा)

मैं कृतकृत्य भइउँ अब तव प्रसाद बिस्वेस।

उपजी राम भगति दृढ़ बीते सकल कलेस ॥ १२९ ॥

 

રામકથાની અસર

  

(દોહરો)

રામકથાને વર્ણવી કલિમલ નાશક મેં,

મનના હરતી મેલ જે શાંતિપ્રદાયક છે.

 

અમોઘ છે સંજીવની સંસૃતિ રોગતણી,

રામકથા, વિદ્વાનને વેદે વાત કહી.

*

એમાં રુચિર સપ્તસોપાન રઘુપતિ ભક્તિ તણાં રસપ્રાણ,

અતિ હરિકૃપા મનુજ પર થાય ત્યારે તે એ માર્ગે જાય.

 

કથા કપટને તજતાં ગાય સિદ્ધ કામના તેની થાય;

કહે સુણે અનુમોદન કરે તે ગોપાદ સમ ભવને તરે.

 

કથા હૃદયને અતિશય ગમી, ઉમાવદી કૃતકૃત્ય સમી,

મટયો કૃપાથી મુજ સંદેહ, થયો રામપદ નૂતન નેહ.

 

(દોહરો)

બની ગઈ કૃતકૃત્ય હું કૃપા થકી વિશ્વેશ,

ઊપજી રામભક્તિ દઢ શાંત થયા સૌ કલેશ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer