गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

उत्तरकांड

   
< BACK

Uttar Kand

NEXT >

Sri Ram Stuti

 

(चौपाई)

यह सुभ संभु उमा संबादा। सुख संपादन समन बिषादा ॥

भव भंजन गंजन संदेहा। जन रंजन सज्जन प्रिय एहा ॥ १ ॥

राम उपासक जे जग माहीं। एहि सम प्रिय तिन्ह के कछु नाहीं ॥

रघुपति कृपाँ जथामति गावा। मैं यह पावन चरित सुहावा ॥ २ ॥

एहिं कलिकाल न साधन दूजा। जोग जग्य जप तप ब्रत पूजा ॥

रामहि सुमिरिअ गाइअ रामहि। संतत सुनिअ राम गुन ग्रामहि ॥ ३ ॥

जासु पतित पावन बड़ बाना। गावहिं कबि श्रुति संत पुराना ॥

ताहि भजहि मन तजि कुटिलाई। राम भजें गति केहिं नहिं पाई ॥ ४ ॥

(छंद)

पाई न केहिं गति पतित पावन राम भजि सुनु सठ मना।

गनिका अजामिल ब्याध गीध गजादि खल तारे घना ॥

आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जे।

कहि नाम बारक तेपि पावन होहिं राम नमामि ते ॥ १ ॥

 

रघुबंस भूषन चरित यह नर कहहिं सुनहिं जे गावहीं।

कलि मल मनोमल धोइ बिनु श्रम राम धाम सिधावहीं ॥

सत पंच चौपाईं मनोहर जानि जो नर उर धरै।

दारुन अबिद्या पंच जनित बिकार श्रीरघुबर हरै ॥ २ ॥

 

सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो।

सो एक राम अकाम हित निर्बानप्रद सम आन को ॥

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ।

पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ ॥ ३ ॥

(दोहा)

मो सम दीन न दीन हित तुम्ह समान रघुबीर।

अस बिचारि रघुबंस मनि हरहु बिषम भव भीर ॥ १३०(क) ॥  

कामिहि नारि पिआरि जिमि लोभहि प्रिय जिमि दाम।

तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम ॥ १३०(ख) ॥

 

શ્રી રામની સ્તુતિ

  

શંભુઉમાનો શુભ સંવાદ સુખ દેતો કટુ હરી વિષાદ,

ભવભંજન ગંજન સંદેહે જનરંજન સજ્જન પ્રિય એહ.

 

રામઉપાસક જગમાં જે ગણે કથા તેથી પ્રિય તે,

રામકૃપાથી મતિ અનુસાર કહ્યું પવિત્ર ચરિત્ર રસાળ.

 

કલિકાલ નથી સાધન અન્ય યોગ યજ્ઞ તપ બનવા ધન્ય;

રામ જ સ્મરવા ગાવા રામ, સુણવા સદા રામ ગુણગ્રામ.

 

(દોહરો)

બિરદ જેમણે છે ધર્યું પૂર્ણપતિત પાવન,

ગવાયલા શ્રુતિ સંતને કવિથી મન ભાવન.

 

તેમને જ ભજ કુટિલતા તજતાં હે મન તું,

ભજવાથી શ્રીરામને નવ છે કોણ તર્યું ?

 

(છંદ)

પામ્યું ન કો ગતિ પતિત પાવન રામ ભજવાથી મન,

ગણિકા અજામિલ ગીધ વ્યાધ ગજાદિ ખલ તાર્યા ઘણા;

આભીરયવન કિરાત ખસશ્વપચાદિ અતિ અઘયુક્ત જે,

લેતાં જ નામ પવિત્ર બનતા સદાય મનું રામ તે.

 

રઘુવંશભૂષણ ચરિતને જે કહે ગાયે સાંભળે,

કલિમલ મનોમલમુક્ત બનતાં રામધામે જાય તે;

શત પંચ ચોપાઈ મનોહર હૃદયમાં જાણી ધરે,

દારુણ અવિદ્યાજનિત તેના વિકારો રઘુવર હરે.

 

સુંદર સુજાણ કૃપાનિધાન અનાથના પ્રેમી ખરે,

નિષ્કામહિત કરનાર મુક્તિ રામવિણ કો ના ધરે;

જેની કૃપાના લેશથી મતિમંદ તુલસીદાસયે,

પામ્યો પરમવિશ્રામ રામસમાન પ્રભુ ના અન્ય એ.

*

(દોહરો)

મુજસમ દીન ન દીનહિત આપસમા રઘુવીર,

એથી ઓ રઘુવંશમણિ, હરો વિષમ ભવભીર.

 

કામીને સ્ત્રી જેમ પ્રિય લોભીને પ્રિય દામ,

પ્રિય તેમજ લાગો મને રઘુનાથ સદા રામ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer