|
Chapter 01
: Verses 41 - 47
|
|
-------
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु
दुष्टासु वार्ष्णेय
जायते वर्णसंकरः
॥१-४१॥ |
|
કુલની સ્ત્રીમાં
આવતો અધર્મથી તો દોષ,
સંકર સંતાનો તણો
તેથી થાયે કોષ.
------- |
|
संकरो नरकायैव
कुलघ्नानां कुलस्य च ।
पतन्ति
पितरो ह्येषां
लुप्तपिण्डोदकक्रियाः ॥१-४२॥ |
|
સંકર સંતાનો થકી
કુલ તો નરકે જાય,
શ્રાધ્ધ થાય ના
પિતૃનું, પતન તેમનું થાય.
------- |
|
दोषैरेतैः
कुलघ्नानां वर्णसंकरकारकैः ।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च
शाश्वताः
॥१-४३॥ |
|
કુલિન સંકર
લોકના દોષોથી નાસે
જાતિકુલતણા ધર્મ
ને દુઃખ સદા વાસે.
------- |
|
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम
॥१-४४॥ |
|
ધર્મભ્રષ્ટનો
નરકમાં સદા થાય છે વાસ,
એમ સાંભળ્યું છે
અમે ઉત્તમ જનથી ખાસ.
------- |
|
अहो बत महत्पापं
कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं
स्वजनमुद्यताः ॥१-४५॥ |
|
મળ્યા રાજ્યના
લોભથી સ્વજનોને હણવા,
પાપ કર્મ તે તો
ખરે, મળ્યા અમે કરવા.
------- |
|
यदि
मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे
क्षेमतरं
भवेत् ॥१-४६॥ |
|
તેથી તો છે
શ્રેષ્ઠ કે કરું સામનો ના,
શસ્ત્ર વિનાનો
છો હણે મુજને કૌરવ આ.
------- |
|
संजय उवाच |
|
સંજય કહે છેઃ |
|
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य
सशरं चापं
शोकसंविग्नमानसः
॥१-४७॥ |
|
એમ કહી બેસી ગયો
રથમાં પાર્થ પ્રવીણ,
ધનુષ બાણ મૂકી
દઈ, થઈ શોકમાં લીન. ॥૪૭॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेऽर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॥ १ ॥ |
|
।। અધ્યાય પહેલો
સમાપ્ત ।।
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |