|
Chapter
16
: Verses 05 - 10
|
|
આસુરી સંપત્તિનું વર્ણન |
|
दम्भो
दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं
चाभिजातस्य पार्थ
संपदमासुरीम्
॥१६-४॥ |
દંભ, દર્પ, અભિમાન ને જેઓ કરતા ક્રોધ,
કઠોર ને જે અજ્ઞ છે, પ્રભુની ન કરે શોધ,
|
દુર્ગુણવાળા તે કહ્યા રાક્ષસ જેવા લોક,
સુખ ના પામે તે કદી કરે સદાયે શોક.
------- |
|
दैवी
संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः
संपदं दैवीमभिजातोऽसि
पाण्डव ॥१६-५॥ |
તેથી દુર્ગુણ છોડવા ને ગુણિયલ બનવું,
દૈવી ગુણવાળા બની જીવનને તરવું.
|
સદગુણથી શાંતિ મળે, ટળી જાય છે દુઃખ,
દુર્ગુણથી તો ના કદી શમે, શાંતિની ભૂખ.
|
સદગુણથી તું છે ભર્યો, અર્જુન, ના કર શોક,
સુખી થશે સાચે હવે, કલેશ કરીશ ન ફોક. ॥૫॥
------- |
|
-------
द्वौ भूतसर्गौ
लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवो
विस्तरशः प्रोक्त आसुरं पार्थ
मे शृणु
॥१६-६॥ |
દૈવી તેમજ આસુરી વૃત્તિ તો બે છે,
દૈવી વિસ્તારે કહી આસુરી સુણ હવે.
------- |
प्रवृत्तिं च
निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं
नापि चाचारो न सत्यं
तेषु विद्यते
॥१६-७॥ |
શું કરવું, શું છોડવું તેને ના જાણે,
સત્ય શૌચ આચાર ના પાળે કદી કાળે.
------- |
|
असत्यमप्रतिष्ठं
ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥१६-८॥ |
અસત્યને આધારથી રહિત જગત છે આ,
પરસ્પર થયું ભોગમય, પ્રભુ તેમાં છે ના.
------- |
|
एतां
दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय
जगतोऽहिताः ॥१६-९॥ |
આવા અશુધ્ધ વિચારથી ખોટાં કર્મ કરે,
મંદબુધ્ધિના લોક આ જગનો નાશ કરે.
------- |
|
काममाश्रित्य
दुष्पूरं दम्भमानमदान्विताः
।
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१६-१०॥ |
તૃષ્ણા તેમજ દંભ ને માનમદે ભરિયા,
મોહ થકી ઘેરાયેલા માનવ તે મરિયા.
|
ખોટી વાતોને સદા પકડી
તે રાખે,
અશુધ્ધ વ્રતને આચરે, અસત્યને ભાખે. ॥૧0॥
------- |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |