Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

. રિબાલસર

       

રિબાલસરનું બીજું નામ રેવાસર પણ છે. એના નામ પરથી સૂચિત થાય છે તે પ્રમાણે, ત્યાં એક મોટું સરોવર છે. એની બાજુમાં માનીપાની નામે બૌદ્ધ મંદિર છે. એની બાજુમાં એક ધર્મશાળા તેમ જ લક્ષ્મીનારાયણ, શંકર ને મહર્ષિ લોમશનું મંદિર છે.

સરોવરમાં જમીનના સાત તરતા ટુકડા છે. તેમાંનાં વૃક્ષો પર મૂર્તિઓ છે. તે ટુકડાઓને કિનારે લાવીને યાત્રીઓને દર્શન કરાવવામાં આવે છે. સરોવરની એક બાજુએ ગુરુદ્વારા છે. ત્યાં ધાર્મિક શ્રદ્ધાનો જાણે કે ત્રિવેણીસંગમ થયો છે.

મહર્ષિ લોમશની તપોભૂમિ ઉપરાંત, એ ગુરુ ગોવિંદસિંહની પણ સાધનભૂમિ મનાય છે. એ સ્થાન જ્વાલામુખીથી પપ માલ દૂર છે. મંડીથી તે પ માલ દૂર છે. મંડી શહેરથી ત્યાં જવા માટે સાધનો મળી શકે છે. ત્યાં રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer