Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

. કુલ્લુ

       

અમૃતસરથી પઠાણકોટ થને યોગીન્દ્રનગર સુધી ટ્રેનમાં જને, ભૂમંતર સુધી મોટર દ્વારા જ શકાય છે. ત્યાંથી છ માલનો પાકો રસ્તો મોટર દ્વારા કાપતાં, બિયાસ નદીના તટ પર વસેલું કુલ્લુ શહેર આવે છે. પઠાણકોટથી તે ૧૭પ માઈલ દૂર છે. પઠાણકોટથી ત્યાં જવા માટે મોટર પણ મળે છે, જે મંડી થઈને કુલ્લુ જાય છે. કુલ્લુમાં રામચંદ્રજીનું મંદિર, ધર્મશાલા, બજાર, પોસ્ટઑફિસ અને પોલીસચોકી છે.

કુલ્લુ શહેર સમુદ્રસપાટીથી ૪,૭00 ફૂટ ઊંચું હોવાથી ઘણું રમણીય લાગે છે. હિમાચ્છાદિત પર્વતો એને આજુબાજુથી વીંટળાઈને એની શોભામાં વધારો કરે છે. વિજયાદશમી પર્વે ત્યાં દશ દિવસનો મેળો ભરાય છે ત્યારે આજુબાજુના પર્વતીય પ્રદેશની પ્રજા ઉમંગથી ભેગી થાય છે.

ઘણા લોકો ત્યાંના કુદરતી સૌન્દર્યથી આકર્ષાઈને ત્યાં હવા ખાવા જાય છે. કુલ્લુ ખીણનું છેલ્લું બસ-સ્ટેશન મનાલી છે. ત્યાંથી દોઢેક માઈલ દૂર વશિષ્ઠાશ્રમ છે. ત્યાં મહર્ષિ વશિષ્ઠની મૂર્તિ, શ્રીરામજી મંદિર અને ગરમ પાણીના ત્રણ કુંડ છે. ત્યાંનો પ્રદેશ મહર્ષિ ધૌમ્યનો તપસ્યા-પ્રદેશ ગણાય છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer