Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

. નૃમુંડ

       

નૃમુંડ, સિમલાથી તિબેટ જતા માર્ગે મોટરમાં ૯0 માઈલ જતાં રામપુર ખુશહર સ્થાનથી સતલજ પાર કરીને સાતેક માઈલ આગળ જતાં આવે છે. ત્યાં અંબિકા દેવીનું મંદિર તથા ધર્મશાળા છે. કહે છે કે, ત્યાં પરશુરામે તપ કરીને દેવીની સ્થાપના કરેલી. એ સિદ્ધપીઠ મનાય છે.

શહેરમાં લક્ષ્મીનારાયણ, ચંડીદેવી, ઈશેશ્વવર મહાદેવ તેમ જ વિશ્વેશ્વરનાં તથા બીજાં મંદિર છે. ત્યાંની એક ગુફામાં પરશુરામની રજતમૂર્તિ છે. ગુફાની આગળ મંદિર છે. બહાર હિડિંબાની વિકરાળ મૂર્તિ છે.

નૃમુંડથી ચારેક માઈલ દૂર માર્કંડેય મુનિનો આશ્રમ છે. શહેરથી બે માઈલ પરની પર્વતીય ગુફામાંની અંધારી કંદરામાં પથ્થર નાખવાથી ડમરુ વાગતું હોય એવો અવાજ સંભળાય છે. ગુફામાં શંકર ભગવાનના લિંગ પર આપોઆપ જલબિંદુ પડ્યાં કરે છે. અંદર હનુમાનજી તથા પર્વતની પ્રતિમા પણ જોઈ શકાય છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer