Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

. વારાહક્ષેત્ર

       

સોરો એટા જિલ્લામાં આવેલું છે. પૂર્વ-ઉત્તર રેલવેના કાસગંજ સ્ટેશનથી તે નવેક માઈલ દૂર છે. ત્યાં રેલવે દ્વારા જઈ શકાય છે. એને વારાહક્ષેત્ર કહેવામાં આવે છે. દેશમાં કેટલાંક બીજાં સ્થાનો પણ વારાહક્ષેત્ર નામે ઓળખાય છે.

સોરો મોટું શહેર છે. પ્રાચીનકાળમાં ત્યાં શહેરની તદ્દન પાસે થઈને ગંગા વહેતી હશે એવું અનુમાન એનું નિરીક્ષણ કરતાં સહેજે કરી શકાય છે. આજે તો વખતના વીતવાની સાથે ગંગા આ શહેરથી ઘણે દૂર જતી રહી છે, તોપણ એના પ્રાચીન પ્રવાહના કિનારે બાંધેલા જુદાજુદા ઘાટ આજે પણ જોઈ શકાય છે. ઘાટની પાસે કેટલાંય મંદિરો છે. એમાં વારાહ ભગવાનનું મંદિર ખાસ જોવા જેવું છે. તેમાં શ્વેતવારાહની ચતુર્ભુજ મૂર્તિ વિરાજે છે.

અહીં જે હરિપદીગંગા નામે કુંડ છે તેમાં સ્વજનોનાં અસ્થિવિસર્જન કરવા લોકો આવે છે. અહીં પ્રત્યેક વરસે માગશર સુદ અગિયારસના દિવસે મેળો ભરાય છે, ને તે આઠ દિવસ સુધી ચાલુ રહે છે. ત્યાંના ગૃદ્ધવટની નીચે બટુકનાથનું મંદિર છે. નંદદાસજીએ સ્થાપેલું શ્યામાયન કે બલદેવજીનું મંદિર પણ જોવા જેવું છે. તે ઉપરાંત, યોગમાર્ગ તથા સૂર્યકુંડના સ્થળો પણ અહીંના તીર્થો તરીકે જાણીતાં છે.

સોરોના કેટલાંક લોકો એમ માને છે કે, સંત તુલસીદાસનો જન્મ આ જ સ્થળે થયેલો. એ માન્યતાને વિદ્વાનો અને બહારના અભ્યાસીઓ દ્વારા પુષ્ટિ નથી મળતી. તુલસીદાસજીના જન્મસ્થાન તરીકે તો રાજાપુરની જ ખ્યાતિ વધારે છે અને ત્યાં એમની સ્મૃતિમાં સ્મારક પણ રચાયેલું છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer