An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 13

 

अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् ।

इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१३॥

 

અર્થઃ

સંભવાત્ - સંભવની ઉપાસનાથી

અન્યત્ એવ - બીજું જ ફળ

આહુઃ - બતાવ્યું છે. (અને)

અસંભવાત્ - અસંભવની ઉપાસનાથી

અન્યત્ - બીજું (જ) ફળ

આહુઃ - કહેલું છે.

ઇતિ - એવી રીતે

ધીરાણામ્ - ધીર પુરુષોનાં

શુશ્રુમ - અમે વચન સાંભળ્યાં છે.

યે - જેમણે

નઃ - અમને

તત્ - એ વિષયને

વિચચક્ષિરે - સારી પેઠે વ્યાખ્યા સાથે સમજાવેલો.

 

ભાવાર્થઃ

આ શ્ર્લોકની ચર્ચાવિચારણા દ્વારા ઉપનિષદકાર પ્રજ્ઞાપૂત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનું સ્નેહપૂર્વક સ્મરણ કરે છે. અને એમને અનુરાગની અંજલિ આપે છે. મહાપુરુષોના અનુભવસિદ્ધ અભિપ્રાયને પ્રમાણભૂત માનવાની પરંપરાનું ઉપનિષદમાં અન્યત્ર પણ દર્શન થાય છે. એ અભિપ્રાયના આધાર પર અહીં કહેવામાં આવે કે સંભૂતિની ઉપાસનાથી બીજું જ ફળ પ્રાપ્ત થાય છે. બંનેના ફળ જુદાં જુદાં છે.

આ બધું જ્ઞાન પરંપરાગત છે અને મહાજ્ઞાની મહાપુરુષોનાં શ્રીચરણોમાં બેસીને એમના શ્રીમુખ દ્વારા સાંપડેલું છે એ હકીકતનો નિર્દેશ આ શ્ર્લોક દ્વારા સહેલાઇથી થઇ રહે છે. પ્રાચીન કાળમાં જ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાની મહાપુરુષોની કૃપાથી આપોઆપ થયા કરતી. એવા મહાપુરુષો અનુભવના આધાર પર સ્વાભાવિકી કરુણાથી પ્રેરાઇને નિષ્કામભાવે આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા. એ ઉપદેશ બીજા કેટલાયને માટે કલ્યાણકારક થતો.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer