|
|
An authoritative treatise in
Gujarati on
॥
Upanishads ॥
With Sacred text, its
Gujarati translation and meaning |
|
|
<<
HOME
| ADHYATMA
|
AUDIO |
BOOKS
|
BHAJANS |
KAVITA
|
RAMAYAN |
MAHABHARAT |
UPANISHAD
|
SARAL GITA
| MORE >> |
|
|
॥
केनोपनिषद ॥
|
CHAPTER 3 : Verse 12 |
|
|
|
स तस्मिन्नेवाकाशे
स्त्रियमाजगाम बहुशोभमानामुमाँ ।
हैमवतीं ताँहोवाच किमेतद्यक्षमिति ॥१२॥
|
|
અર્થઃ
સઃ - તે ઇન્દ્ર
તસ્મિન્ એવ - એ જ
આકાશે - આકાશ પ્રદેશમાં
બહુશોભાનામ્ - અત્યંત સૌંદર્યમયી
સ્ત્રિયમ્ - સ્ત્રી
હૈમવતીમ્ - હિમાલય કુમારી
ઉમામ્ - ઉમા પાસે
આજગામ - આવી પહોંચ્યા
તામ્ - તેને
ઉવાચ - કહ્યું
એતત્ - એ
યક્ષમ્ - યક્ષ
કિમ ઇતિ - કોણ હતો
|
|
ભાવાર્થઃ
યક્ષને પોતાની આગળથી અદૃશ્ય થયેલો જોઇને ઇન્દ્રને આશ્ચર્ય સાથે દુઃખ તો થયું
જ, પરંતુ એ દુઃખ સ્વલ્પ સમયમાં જ સુખમાં પરિણમ્યું. એમણે જોયું તો યક્ષના
સ્થાન પર અતિશય સૌંદર્યમયી હિમાલયપુત્રી ઉમાદેવી દેખાઇ. એને બ્રહ્મવિદ્યાના
મૂર્તિમંત સ્વરૂપ જેવી સમજીને એ પ્રસન્નતાપૂર્વક જિજ્ઞાસાથી પ્રેરાઇને એની
પાસે પહોંચ્યા. એ એની વિશેષ શક્તિથી યક્ષના વાસ્તવિક સ્વરૂપ સંબંધમાં પ્રકાશ
પાડી શકશે એવી વિશેષ આશાથી એમણે એની માહિતી આપવાની પ્રાર્થના કરી. |
|
|
|
( શ્રી યોગેશ્વરજી
કૃત
'ઉપનિષદનો અમર વારસો'
માંથી
) |
|
|
|
|
|
|
Home
|
Adhyatma
|
Shri Yogeshwarji
|
Maa Sarveshwari
|
SarvaMangal
|
Swargarohan
|
Site Map
|
News
|
|Audio/video|
Books |
Contacts
|
Download |
FAQ
|
Feedback
|
Glossary
|
Guest Book |
Links
|
Photo Gallery
|
Search |
What's New? |
|
|
Copyright
©
2002-2008 by Swargarohan, Danta Road, Ambaji,
North Gujarat, INDIA. All
Rights reserved. See
Disclaimer |