An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 4 : Verse 07

 

उपनिषदं भो ब्रूहीत्युक्ता त उपनिषद्ब्राह्मीं वाव त उपनिषदमब्रूमेति ॥७॥

 

અર્થઃ

ભો - હે ગુરુદેવ

ઉપનિષદમ્ - બ્રહ્મ સંબંધી રહસ્યમયી વિદ્યાનો

બ્રૂહિ - ઉપદેશ આપો.

ઇતિ - એવી (શિષ્યની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં ગુરુદેવે જણાવ્યું કે)

તે - તને

ઉપનિષદ્ - રહસ્યમય બ્રહ્મવિદ્યા

અબ્રૂમ - કહી બતાવી

ઇત્ - એવી રીતે (સમજી લે).

 

ભાવાર્થઃ

સદગુરુ પાસે શિષ્ય જિજ્ઞાસુ બનીને શા માટે જાય છે ? બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરવા અને એ બ્રહ્મવિદ્યા દ્વારા પરમાત્માને ઓળખવાની શક્તિ મેળવવા. એવા ઉત્તમ કલ્યાણકારક પ્રયોજનની પૂર્તિની શુભેચ્છાથી પ્રેરાઇને સદગુરુની પાસે પહોંચેલા શિષ્યને સદગુરુએ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો. એથી ગુરુ તથા શિષ્ય બંને કૃતાર્થ થયા. આત્માનું પરમકલ્યાણ કરનારી કલેશહારિણી બ્રહ્મવિદ્યાની બરાબરી બીજી કોઇયે વિદ્યાથી નથી થઇ શકે તેમ.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer