An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 1 : Verse 05

 

पञ्चस्रोतोम्बुं पञ्चयोन्युग्रवक्रां पञ्चप्राणोर्मिं पञ्चबुद्ध्यादिमूलाम् ।

पञ्चावर्तां पञ्चदुःखौघवेगां पञ्चाशद्भेदां पञ्चपर्वामधीमः ॥५॥

 

અર્થઃ

પંચસ્ત્રોતાઙમ્બુમ્ - પાંચ પ્રવાહોવાળા વિષયરૂપી પાણીથી ભરપૂર

પંચયોન્યુગ્રવકોમ્ - પાંચ સ્થાનોથી પેદા થઇને ભયંકર અને વાંકી ગતિથી આગળ વધનારી

પંચપ્રાણોર્મિમ્ - પાંચ પ્રાણના તરંગોવાળી

પંચબુદ્ધ્યાદિમૂલામ્ - પાંચ પ્રકારના જ્ઞાનના મૂળ કારણ મનરૂપી મૂળવાળી

પંચાવર્તામ્ - પાંચ ઘુમરીવાળી

પંચદુઃખૌદ્યવેગામ્ - પાંચ દુઃખોના પ્રવાહને વેગવાળી

પંચાશદ્ ભેદામ્ - પચાસ ભેદવાળી

પંચપર્વામ્ - પાંચ પર્વોવાળી (નદીને)

અધીમઃ - અમે જાણીએ છીએ.

 

ભાવાર્થઃ

આગલા શ્ર્લોકમાં સંસારને ચક્ર સાથે સરખાવીને આ શ્ર્લોકમાં સરિતાની સાથે સરખાવવામાં આવે છે. સ્વાનુભવસંપન્ન સ્વનામધન્ય ઋષિ જણાવે છે કે સંસારરૂપી સરિતાના રહસ્યને અમે જાણીએ છીએ. એ સરિતા કેવી છે ? એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ પ્રવાહો છે. સંસારનું જ્ઞાન એ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ થતું હોય છે.  એ ઇન્દ્રિયો પાંચ સૂક્ષ્મ ભૂતોથી ઉત્પન્ન થઇ હોવાથી એમને એ સરિતાનાં પાંચ પ્રાદુર્ભાવ સ્થાન માન્યાં છે. એ સરિતા જેટલી સમજવામાં આવે છે એટલી સરળ નથી. રહસ્યથી ભરેલી, ભલભલાને ભરમાવનારી, ભયભીત કરનારી અને પોતાનાં પાશમાં બાંધનારી કહેવાય છે. એની ગતિ ઘણી જ ગહન છે. પ્રાણ એ સંસારસરિતની તરંગમાળા છે. કારણ કે સંસારમાં જે કાંઇ નાનીમોટી ક્રિયા-પ્રક્રિયા થતી દેખાય છે તેની પાછળ પ્રાણનું પ્રેરક બળ રહેલું છે. મનને એ સંસાર-સરિતાનું મૂળ કહ્યું છે. કારણ કે મન ના હોય તો કેવળ ઇન્દ્રિયોથી સંસારનો બોધ થતો નથી. મન જ એને અનુભવે છે. મન શાંત થાય તો સંસારનું અનુભવ-દ્વાર પણ બંધ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચ વિષયની પાંચ ધૂમરી છે. એમાં ફસાયેલા જીવ ક્લેશ, દુઃખ, બંધન, અશાંતિનો અનુભવ કરે છે. જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ અને ગર્ભવાસનાં પાંચ પ્રકારના દુઃખ એનાં પાંચ વેગ છે. એ વેગ જીવને પીડા પહોંચાડે છે ને બેચેન બનાવે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશ સંસારરૂપી સરિતાના પાંચ પર્વ કે વિભાગ છે. અંતઃકરણની પચાસ વૃતિઓ એના પચાસ ભેદ છે. એમને લીધે જ સંસારમાં ભેદભાવનું દર્શન શક્ય બને છે. સંસારની એ અદભૂત સરિતાના સાચા સ્વરૂપને કોઇક વિરલ ધીરવીર પુરુષ-વિશેષ જ સમજી શકે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer