An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 1 : Verse 13

 

वह्नेर्यथा योनिगतस्य मूर्तिनर् दृश्यते नैव च लिङ्गनाशः ।

स भूय एवेन्धनयोनिगृह्य स्तद्वोभयं वै प्रणवेन देहे ॥१३॥

 

અર્થઃ

યથા - જેવી રીતે

યોનિગતસ્ય - યોનિ અથવા આશ્રયભૂત કાષ્ઠમાં રહેલા

વહ્નેં - અગ્નિનું

મૂર્તિ - રૂપ

ન દૃશ્યતે - દેખાતું નથી

ચ - અને

લિંગનાશઃ - એની સત્તાનો નાશ

એવ - પણ

ન - નથી થતો

સઃ - તે

ભૂયઃ એવ - ચેષ્ટા કરવાથી

ઇન્ધનયોનિગુહ્યઃ - ઇંધનરૂપી પોતાની યોનિમાં ગ્રહણ કરાય છે.

વા - એવી રીતે

તત્ ઉભયમ્ - એ બંને (જીવાત્મા તથા પરમાત્મા)

દેહે - શરીરમાં

નૈ - જ

પ્રણવેન - ઓમકારની મદદથી

ગૃહ્યતે - ગ્રહણ કરવામાં આવે છે.

 

ભાવાર્થઃ

આ શ્ર્લોક ખૂબ જ સુંદર, સારવાહી અને મૌલિક, સ્વતંત્ર કલ્પનાશક્તિથી ભરપૂર છે. એને ઉપનિષદની અમર સનાતન કલ્પનાઓમાંની એક તરીકે ઓળખાવી શકાય. એ કલ્પના અતિશય આકર્ષક અથવા આહ્લાદક છે. એનો આધાર પરમાત્માના સાક્ષાત્કારને સમજાવવા માટે લેવામાં આવ્યો છે. એની ભાષા સરળ છે. કાષ્ઠમાં રહેલો અગ્નિ પ્રકટપણે દેખાતો નથી. તોપણ સૂક્ષ્મ રીતે એમાં રહેલો તો છે જ. એ કેટલાક ઉપાયો દ્વારા પ્રત્યક્ષ કરી શકાય છે અથવા એનું રૂપદર્શન શક્ય બને છે. તેવી રીતે પંચમહાભૂતના સ્થૂળ શરીરમાં જીવાત્મા તથા પરમાત્મા રહેલા છે, પંરતુ એમની સત્તા અતિશય સૂક્ષ્મ હોવાથી સહેલાઇથી જોઇ અથવા અનુભવી નથી શકાતા. એમના દર્શન કે અનુભવને માટે ઉપાસનારૂપી ઉપાય અજમાવવો પડે છે. એ ઉપાસના ઓમકારની છે. ઓમકારના અલૌકિક મંત્રની મદદથી આત્મદર્શન અથવા પરમાત્મદર્શન શક્ય બને છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer