An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 02

 

एको हि रुद्रो न द्वितीयाय तस्थु र्य इमांल्लोकानीशत ईशनीभिः ।

प्रत्यङ् जनास्तिष्ठति सञ्चुकोचान्तकाले संसृज्य विश्वा भुवनानि गोपाः॥२

 

અર્થઃ

યઃ - જે

ઇશનીભિઃ - પોતાની વિવિધ શાસન-શક્તિથી

ઇમાન્ - આ બધા

લોકાન્ ઇશતે - લોકો પર શાસન કરે છે.

(સઃ) રુદ્રઃ - તે રુદ્ર

એકઃ હિ - એક જ છે. (એટલા માટે જગતના કારણને વિચારનારા વિદ્વાનોએ)

દ્વિતીયાય ન તસ્થુઃ - બીજાનો આશ્રય ના લીધો

(સઃ - તે પરમાત્મા)

જનાન્ પ્રત્યંઙ - સર્વે જીવોની અંદર

તિષ્ઠતિ - રહેલા છે.

વિશ્વા - સંપૂર્ણ

ભુવનાનિ સંસૃજ્ય - લોકોને સરજીને

ગોપાઃ - એમની રક્ષા કરનારા પરમાત્મા

અન્તકાલે - પ્રલય વખતે

સંચુકોચ - એ સૌને સંકેલી લે છે.

 

ભાવાર્થઃ

એક જ પરમાત્મા પોતાની અનંત શક્તિથી સમસ્ત સંસાર પર શાસન કરે છે. એમની શક્તિ વિવિધ હોવા છતાં એ તો એક જ છે. વિચારકો તથા વિદ્વાનોએ એમને સમસ્ત સૃષ્ટિના કારણ કહ્યા તે બરાબર જ છે. સૃષ્ટિના મૂળ કારણ અથવા આધાર એમના સિવાય બીજા કોઇ જ નથી. એ સર્વત્ર રહેલાં છે, સંપૂર્ણ સૃષ્ટિને સરજે છે. રક્ષે છે, અને અંતે એને પોતાની અંદર સમાવી લે છે. એમની શક્તિ અજોડ અને અનિર્વચનીય છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer