An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 04

 

यो देवानां प्रभवश्चोद्भवश्च विश्वाधिपो रुद्रो महर्षिः ।

हिरण्यगर्भं जनयामास पूर्वं स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥४॥

 

અર્થઃ

યઃ - જે

રુદ્રઃ - રુદ્ર

દેવાનામ્ - દેવોની

પ્રભવઃ - ઉત્પત્તિના કારણ

ચ - અને

ઉદભવઃ - વૃદ્ધિના કારણ છે

ચ - અને

વિશ્વાધિપઃ - સૌના અધીશ્વર

મહર્ષિઃ - મહાન જ્ઞાની કે સર્વજ્ઞ છે.

પૂર્વમ્ - જેમણે પહેલાં

હિરણ્યગર્ભમ્ - હિરણ્યગર્ભને

જનયામાસ - ઉત્પન્ન કર્યા

સઃ - તે પરમાત્મા

નઃ - અમને

શુભયા બુદ્ધયા - સદબુદ્ધિથી

સંયુનક્તુ - સંપન્ન કરે.

 

ભાવાર્થઃ

આ શ્ર્લોક દ્વારા પરમાત્માને સદબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સદબુદ્ધિ પર જીવનના સદાચારનો અથવા જીવનવિકાસની સાધનાની સફળતાનો અગત્યનો આધાર છે. એ દૃષ્ટિએ જોતાં આ પ્રાર્થનાનું મહત્વ ઘણું મોટું છે. સદબુદ્ધિ - પોતાની તથા બીજાની સદબુદ્ધિની માગણીથી મોટી, શ્રેયસ્કર માગણી બીજી ભાગ્યે જ હોઇ શકે. એ પરમાત્મા દેવોની ઉત્પત્તિ અને અભિવૃદ્ધિના કારણ છે, સૌના સ્વામી છે, સર્વજ્ઞ છે. હિરણ્યગર્ભને ઉત્પન્ન કરનારા છે, એમને ઉત્પન્ન કરનારા કોઇ જ નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer