An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 18

 

नवद्वारे पुरे देही हंसो लेलायते बहिः ।

वशी सर्वस्य लोकस्य स्थावरस्य चरस्य च ॥१८॥

 

અર્થઃ

સર્વસ્ય - સર્વ

સ્થાવરસ્ય - સ્થાવર

ચ - અને

ચરસ્ય - જંગમ

લોકસ્ય વશી - વિશ્વને વશ રાખનારા

હંસઃ - પ્રકાશમય પરમાત્મા

નવદ્વારે - નવ દ્વારવાળા

પુરે - શરીરરૂપી નગરમાં

દેહી - અંતર્યામીરૂપે હૃદયમાં રહેલા દેહી છે. (અને એ)

બહિઃ - બાહ્ય જગતમાં પણ

લેલાયતે - લીલા કરે છે.

 

ભાવાર્થઃ

શરીરરૂપી નગર છે. એના નવ દરવાજા છેઃ બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા અને ઉપસ્થ. એ નગરમાં જડચેતનાત્મક વિશ્વને વશમાં રાખનારા પ્રકાશમય પરમાત્માનો વાસ છે. એ અંતર્યામી છે. બાહ્ય જગતમાં પણ સર્વત્ર એમનો જ રસરાસ રમાઇ રહ્યો છે. એટલે અંદર અને બહાર બધે એનું જ દર્શન કરવું જોઇએ. એમના વિના કશું જ નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer