An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 13

 

यो देवानामधिपो यस्मिन्ल्लोका अधिश्रिताः ।

य ईशे अस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय हविषा विधेम ॥१३॥

 

અર્થઃ

યઃ - જે

દેવાનામ્ - દેવોના

અધિપઃ - અધિપતિ છે.

યસ્મિન્ - જેમનામાં

લોકાઃ - લોકલોકાંતર

અધિશ્રિતાઃ - સારી પેઠે આશ્રય પામેલા છે.

યઃ - જે

અસ્ય - આ

દ્વિપદઃ - બે પગવાળા (અને)

ચતુષ્પદઃ - ચાર પગવાળા સર્વે જીવસમુદાયની ઉપર

ઇશે - શાસન કરે છે. (એ)

કસ્મૈ દેવાય - આનંદસ્વરૂપ પરમાત્માની

હવિષા - હવિષ્ય અથવા શ્રદ્ધાભક્તિપૂર્વક ભેટ ધરીને

વિધેમ - અમે આરાધના કરીએ.

 

ભાવાર્થઃ

આરાધના પણ પરમાત્મા સિવાય બીજા કોની કરવાની હોય ? આ અવનીમાં એ જ એકમાત્ર પરમ આરાધ્ય છે. એમની આરાધનામાં જ જીવનની સાચી સુખાકારી શાંતિ તથા સફળતા સમાયેલી છે. જે જીવ એમને ભૂલીને પ્રકૃતિની આરાધના કરે છે ને પ્રકૃતિમાં આસક્ત બને છે તે દુઃખી થાય છે. પરમાત્મા દેવોના અધિશ્વર છે. સમસ્ત સૃષ્ટિ પર શાસન કરે છે. પરમાનંદ સ્વરૂપ છે. લોકલોકાંતરને આશ્રય આપનારા છે. અમે એમના શ્રીચરણે સમસ્ત જીવનને સમર્પીને સમસ્ત જીવન દ્વારા, શ્વાસોશ્વાસે, એમની જ આરાધના કરવાનો નિર્ણય કરીએ. એનો સંકલ્પ સુખદાયક છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer