An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 02

 

यो योनिं योनिमधितिष्ठत्येको विश्वानि रूपाणि योनीश्च सर्वाः ।

ऋषिं प्रसूतं कपिलं यस्तमग्रे ज्ञानैर्बिभर्ति जायमानं च पश्येत् ॥२॥

 

અર્થઃ

યઃ - જે

એકઃ - એકાકી

યોનિમ્ યોનિમ્ - પ્રત્યેક યોનિ પર

વિશ્વાનિ રૂપાણિ - સમસ્ત રૂપો પર

ચ - અને

સર્વાઃ યોનીઃ - સઘળાં કારણો પર

અધિત્ષ્ઠતિ - અધિકાર ધરાવે છે.

યઃ - જે

અગ્રે - પહેલાં

પ્રસૂતમ્ - પ્રાદુર્ભાવ પામેલા

કપિલમ્ ઋષિમ્ - મહર્ષિ કપિલને અથવા હિરણ્યગર્ભને

જ્ઞાનૈઃ - વિવિધ જ્ઞાનવિજ્ઞાનથી

બિભર્તિ - પોષે છે

ચ - અને

તમ્ - એ કપિલ અથવા બ્રહ્માને

જાયમાનમ્ - પ્રાદુર્ભાવ પામતા (જેમણે) સૌથી પહેલાં

પશ્યેત્ - પેખેલા (તે પરમાત્મા તે જ છે)

 

ભાવાર્થઃ

પરમાત્માનો પરિચય કરાવતાં અને મહિમા ગાતા અહીં લાક્ષણિક રીતે કહેવામાં આવે છે કે પરમાત્મા એક, અનન્ય અને અનુત્તમ છે. એ કાર્ય તથા કારણ પર, સર્વે રૂપો તથા સઘળી યોનિઓ પર પ્રભુત્વ ધરાવે છે. સઘળાની ઉપર એમનું શાસન ચાલે છે. સંસારના આરંભમાં પ્રકટેલા પુરાણપુરુષ બ્રહ્માને પ્રકટ કરનારા અને વિવિધ પ્રકારના જ્ઞાનવિજ્ઞાનથી વિભૂષિત બનાવનારા એ જ છે. એ જ સૌના મૂળ અથવા આદિ છે.  

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer