An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 04

 

सर्वा दिश ऊर्ध्वमधश्च तिर्यक् प्रकाशयन् भ्राजते यद्वनड्वान् ।

एवं स देवो भगवान् वरेण्यो योनिस्वभावानधितिष्ठत्येकः ॥४॥

 

અર્થઃ

યત્ ઉ - જેવી રીતે

અનડ્વાન્ - સૂર્ય

સર્વાઃ દિશઃ - સર્વે દિશાઓને

ઉર્ધ્વમ્ અધઃ - ઉપરનીચે

ચ - અને

તિર્યક્ - આમતેમ બધી બાજુથી

પ્રકાશયન્ - પ્રકાશિત કરતાં

ભ્રાજતે - દેદીપ્યમાન બને છે.

એવમ્ - એવી રીતે

સઃ - તે

ભગવાન્ - ભગવાન

વરેણ્યઃ - ભક્તિ કરવા તથા પસંદ કરવા યોગ્ય

દેવઃ - દેવોના દેવ પરમાત્મા

એકઃ - એકાકી જ

યોનિસ્વાભાવાન્ અધિતિષ્છતિ - સમસ્ત કારણરૂપ પોતાની પ્રકૃતિ પર પ્રભુત્વ અને પ્રભાવ જમાવે છે.

 

ભાવાર્થઃ

પરબ્રહ્મ પરમાત્મા એક હોવા છતાં અનેકવિધ વિશ્વને કેવી રીતે પ્રભાવિત તથા પ્રકાશિત કરે છે તે સમજાવવા માટે સૂર્યનું ઉદાહરણ આપીને જણાવવામાં આવે છે કે સૂર્ય પણ છે તો એક જ, તોપણ દિશા પ્રદિશાઓને બધી બાજુથી પ્રકાશિત કરે છે અને અવનવી સ્ફૂર્તિ તથા દિપ્તિથી ભરે છે તેવી રીતે પરમાત્મા એક હોવા છતાં સમસ્ત જગત પર અને એવા કારણ પર પ્રભાવ પાડે છે અને પ્રભુત્વ જમાવે છે. એ દેવોના દેવ છે, શરણ લેવા યોગ્ય અને સર્વસમર્થ છે, એટલે એમને માટે કશું જ અશક્ય નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer