An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 14

 

भावग्राह्यमनीडाख्यं भावाभावकरं शिवम् ।

कलासर्गकरं देवं ये विदुस्ते जहुस्तनुम् ॥१४॥

 

અર્થઃ

ભાવગ્રાહ્યમ્ - ભાવ અથવા પ્રેમપૂર્વકની શ્રદ્ધભક્તિથી પામવાયોગ્ય

અનીડાખ્યમ્ - આશ્રયરહિત કહેવાતા અથવા અસીમ

ભાવાભાવકરમ્ - સંસારનું પ્રાકટ્ય અને વિલીનીકરણ કરનારા

શિવમ્ - કલ્યાણ સ્વરૂપ

કલાસર્ગકરમ્ - સોળ કળાઓની રચના કરવાવાળા

દેવમ્ - પરમાત્માને

યે - જે

વિદુઃ - જાણે છે

તે - તે

તનુમ્ - શરીરને

જહુઃ - (સદાને માટે) છોડી દે છે, અથવા મુક્ત થાય છે.

 

ભાવાર્થઃ

ઉપરના શ્ર્લોકના અનુસંધાનમાં લખાયેલા આ શ્ર્લોકમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માનો સાક્ષાત્કાર ભાવપૂર્ણ હૃદયથી, પરમાત્માની અખૂટ શ્રદ્ધાભક્તિથી થઇ શકે છે. એ પરમાત્મા સૌના એકમાત્ર આશ્રય હોવાં છતાં એમનો આશ્રય અથવા આધાર નથી. એમની શક્તિથી પ્રાદુર્ભાવ પામનારો સંસાર છેવટે એમની અંદર વિલીન થાય છે. એ પરમ મંગલ છે. સોળ કળાઓના સ્વામી ને દેવોના પણ દેવ છે. એમનો સાક્ષાત્કાર કરનાર સત્પુરુષ દેહભાવથી ઉપર ઉઠીને દેહનો ત્યાગ કરી સદાને માટે મુક્તવસ્થાનો અનુભવ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer