An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 03

 

तत्कर्म कृत्वा विनिवर्त्य भूयस्तत्त्वस्य तावेन समेत्य योगम् ।

एकेन द्वाभ्यां त्रिभिरष्टभिर्वा कालेन चैवात्मगुणैश्च सूक्ष्मैः ॥३॥

 

અર્થઃ

(પરમાત્માએ જ) તત્ - તે (જડ તત્વોની રચનારૂપી)

કર્મ - કર્મને

કૃત્વા - કરીને

વિનિવર્ત્ય - એનું અવલોકન કરીને

ભૂયઃ - ફરી

તત્વસ્ય - ચેતન તત્વનો

તત્વેન - જડ તત્વ સાથે

યોગમ્ - સંયોગ

સમેત્ય - કરાવીને

વા- અથવા

એકેન - એકથી (અવિદ્યાથી)

દ્વાભ્યામ્ - બે સાથે (સત્કર્મ અને દુષ્કર્મ સાથે)

ત્રિભિઃ - ત્રણ ગુણો સાથે

ચ - અને

અષ્ટસિઃ - આઠ પ્રકારની પ્રકૃતિ સાથે

ચ - અને

કાલેન - કાળની સાથે

એવ - અને

સૂક્ષ્મૈઃ આત્મગુણૈઃ - આત્મવિષયક સૂક્ષ્મ ગુણોની સાથે

(એવ - પણ)

(યોગમ્ સમેત્ય - જીવાત્માનો સંબંધ કરાવી)

(જગતની રચના કરાઇ છે.)

 

ભાવાર્થઃ

પરમાત્મા દ્વારા જ જગતની રચના થઇ છે એવું પુનઃ પ્રતિપાદન કરતાં શ્ર્લોકમાં જણાવવામાં આવે છે કે પરમાત્માએ પોતાની પ્રકૃતિમાંથી પંચમહાભૂતાદિની રચના કરી. એમનું અવલોકન કરીને, જડતત્વનો ચેતન-તત્વ સાથે સંયોગ કરાવીને આ અંત્યંત વિલક્ષણ, વિવિધ નામરૂપવાળા જગતની રચના કરી. અથવા બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે અવિદ્યા, સત્કર્મ તથા દુષ્કર્મ, ત્રણ ગુણો, આઠ પ્રકારની પ્રકૃતિ, કાળ અને અહંતા-મમતા-આસક્તિ જેવા આત્મવિષયક સૂક્ષ્મ ગુણોની સાથે જીવાત્માનો સંબંધ જોડીને સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer