An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 05

 

आदिः स संयोगनिमित्तहेतुः परस्त्रिकालादकलोऽपि दृष्टः ।

तं विश्वरूपं भवभूतमीड्यं देवं स्वचित्तस्थमुपास्य पूर्वम् ॥५॥

 

અર્થઃ

સઃ - તે

આદિઃ - સૌના મૂળ કારણ પરમાત્મા

ત્રિકાલાત્ પરઃ - ત્રણે કાળથી અતીત

અકલઃ - કળારહિત

અપિ - (હોવા છતાં) પણ

સંયોગનિમિત્તહેતુઃ - પ્રકૃતિની સાથે જીવનો સંયોગ કરાવવામાં કારણોના પણ કારણ

દૃષ્ટઃ - જણાયા છે.

સ્વચિત્તસ્થમ્ - પોતાના હૃદયમાં રહેલા

તમ્ - તે

વિશ્વરૂપમ્ - સર્વરૂપ

ભવભૂતમ્ - જગતરૂપે પ્રકટ

ઇડ્યમ્ - સ્તુતિ કરવા યોગ્ય

પૂર્વમ્ - પુરાણ પુરુષ

દેવમ્ ઉપાસ્ય - પરમદેવ પરમાત્માને ઉપાસીને (મેળવવા જોઇએ).

 

ભાવાર્થઃ

પરમાત્માની પ્રાપ્તિ એમની ઉપાસના દ્વારા પણ કરી શકાય છે. આ શ્ર્લોક દ્વારા એનો સંકેત સાંપડે છે. એ પરમાત્મા સૌના આદિ છે, કલારહિત છે, દેશકાળથી અતીત છે. એમને લીધે જ જીવનો પ્રકૃતિ સાથે સંયોગ સધાય છે. એ માનવ હૃદયપ્રદેશમાં વિરાજમાન છે, સર્વરૂપ છે, અને સર્વવ્યાપક છે. એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. એમની શ્રદ્ધાભક્તિપૂર્વક ઉપાસના કરવાથી એમનો સાક્ષાત્કાર થઇ શકે છે. એટલા માટે એમની આરાધનાનો આધાર લેવો જોઇએ.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer