An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 06

 

स वृक्षकालाकृतिभिः परोऽन्यो यस्मात् प्रपञ्चः परिवर्ततेऽयम् ।

धर्मावहं पापनुदं भगेशं ज्ञात्वात्मस्थममृतं विश्वधाम ॥६॥

 

અર્થઃ

યસ્માત્ - જેને લીધે

અયમ્ - આ

પ્રપંચઃ - સંસાર

પરિવર્તતે - નિરંતર ચાલ્યા કરે છે.

સઃ - તે પરમાત્મા

વૃક્ષકાલાકૃતિભિઃ - આ સંસારરૂપી વૃક્ષ, કાળ અને આકૃતિ વગેરેથી

પરઃ - અતીત

અન્યઃ - વિલક્ષણ અથવા ભિન્ન છે.

(એ) ધર્માવહમ્ - ધર્મની વૃદ્ધિ કરનારા

પાપનુદમ્ - પાપનો નાશ કરવાવાળા

ભગેશમ્ - ઐશ્વર્યના અધીશ્વર

વિશ્વધામ - વિશ્વના આધારસ્વરૂપ પરમાત્માને

આત્મસ્થમ્ - પોતાના હૃદયમાં રહેલા

જ્ઞાત્વા - જાણીને

અમૃતમ્ (એતિ) - માનવ અમૃતસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરે છે.

 

ભાવાર્થઃ

આ સંસારનો પુરાતન પ્રવાહ પરમાત્માને લીધે જ ચાલ્યા કરે છે. એ પરમાત્મા સંસારરૂપી વૃક્ષથી, કાળથી અને પ્રકૃતિના રૂપરંગથી ન્યારા કે વિલક્ષણ છે. પાપનો નાશ કરનારા, ધર્મને વધારનારા, ઐશ્વર્યના અધીશ્વર અને સર્વાધાર છે. એમને જ્ઞાનની મદદથી પોતાની અંદર રહેલા જાણીને સાધક એમનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ બને છે. એવી રીતે ભક્તિમાર્ગની જેમ જ્ઞાનમાર્ગનો આધાર લઇને પણ પરમાત્માની પાસે પહોંચી શકાય છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer