An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 14

 

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।

तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥१४॥

 

અર્થઃ

તત્ર - ત્યાં

સૂર્યઃ - સૂર્ય

ન ભાતિ - પ્રકાશતો નથી.

ન ચંદ્રતારકમ્ - ચંદ્ર તથા તારાઓ પણ નથી પ્રકાશતા.

ઇમાઃ - આ

વિદ્યુતઃ - વીજળી પણ

ન ભાન્તિ - નથી પ્રકાશતી

અયમ્ - આ

અગ્નિઃ - અગ્નિ

કુતઃ - કેવી રીતે પ્રકાશી શકે ?

તમ્ ભાન્તમ્ ઇવ - એમના પ્રકાશિત થવાથી

સર્વમ્ - એ સૌ અને બીજું બધું

અનુભાતિ - એમને લીધે જ પ્રકાશિત થાય છે.

તસ્ય - એમના

ભાસા - પ્રકાશથી

ઇદમ્ સર્વમ્ - આ બધું

વિભાતિ - પ્રકાશે છે.

 

ભાવાર્થઃ

પરમાત્માને પ્રકાશ પહોંચાડવાની શક્તિ કોનામાં છે ? કોઇની અંદર નથી. જગત આખું જ જ્યારે પરમાત્માના પ્રકાશથી પ્રકાશે છે ત્યારે એમને કેવી રીતે કોઇ પ્રકાશ આપી શકે ? એમની પાસે સૂર્ય નથી પ્રકાશતો, ચંદ્ર અને તારાગણો નથી પ્રકાશતા, અગ્નિ અને વીજળીનો પ્રકાશ પણ ત્યાં નથી પહોંચતો. એમના પરમ પ્રકાશનાં કતિપય કિરણોથી જ બ્રહ્માંડ પ્રકાશે છે. એમના પરમ પ્રકાશની પ્રાપ્તિ થતી ના હોય તો આ અખિલ જગત અંધકારમાં અટવાઇ જાય.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer