An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 22

 

वेदान्ते परमं गुह्यं पुराकल्पे प्रचोदितम् ।

नाप्रशान्ताय दातव्यं नापुत्रायाशिष्याय वा पुनः ॥२२॥

 

અર્થઃ

(ઇદમ્ - આ)

પરમમ્ - પરમ

ગુહ્યમ્ - રહસ્યમય ગૂઢ જ્ઞાન

પુરાકલ્પે - પૂર્વકલ્પમાં

વેદાન્તે - વેદના અંતિમ ભાગ - ઉપનિષદમાં

પ્રચોદિતમ્ - સારી રીતે ઉપદેશવામાં આવ્યું.

અપ્રશાન્તાય - જે સંપૂર્ણ શાંત અથવા તઅચંચળ હોય નહીં એને

ન દાતવ્યમ્ - એ ના આપવું.

પુનઃ - વળી

અપુત્રાય - પોતાનો પુત્ર ના હોય એને

વા - અથવા

અશિષ્યાય - શિષ્ય ના હોય એને

ન (દાતવ્યમ્) - ના આપવું.

 

ભાવાર્થઃ

આ અત્યંત રહસ્યમય પરમપવિત્ર ગૂઢ જ્ઞાનનો ઉપદેશ વેદના અંતભાગ જેવા ઉપનિષદમાં પૂર્વકલ્પમાં આપવામાં આવેલો. એ ઉપદેશ ચંચળ બુદ્ધિના, અશાંત મનના, અસ્થિર માનવને ના આપવો. કારણ કે તે તેને સમજી કે પચાવી નહિ શકે. એનો ઉપદેશ પોતાના પુત્ર કે શિષ્યને આપવામાં કશું ખોટું નથી. કારણ કે પિતા કે ગુરુ પોતાના પુત્રને કે શિષ્યને સંસ્કારી અથવા અધિકારી બનાવી શકે છે એટલે એ ઉપદેશ નિષ્ફળ નહિ જાય.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer