કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સમુદ્ર ને સરોવર

   
< BACK

અક્ષત

NEXT >
 

સમુદ્રે સરોવરને કહ્યું :

તું તો અતિશય સીમિત છે.

મારા જેવું વિશાળ બની જા.

આવ, તને આશ્લેષ આપું; મારા સમાન સ્વરૂપ ધરું !

 

સરોવરે સંભળાવ્યું :

ભાઈ સાગર ! હું સીમિત છું એ વાત સાચી છે.

છતાં પણ સરોવર છું એનો મને સંતોષ છે.

 

એવો અર્થ વગરનો આત્મસંતોષ શા કામનો ?’ સમુદ્રે કહ્યું.

મારો આત્મસંતોષ અર્થ વગરનો નથી. સરોવરે કહ્યું :

જો આ પથિક એની પ્રતીતિ કરાવી આપશે.

 

એટલામાં તો પથિક આવી પહોંચ્યો ને પાણી પીવા માંડ્યો.

સમુદ્ર એ જોઈ શાંત થયો.

સરોવરને સંતોષ થયો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer