કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

હે મારા દેશ

   
< BACK

અક્ષત

NEXT >
 

સંસ્કૃતિના સર્વોચ્ચ સુમેરુ શિખર પર

સૈકાઓ પહેલાં આસીન થયેલા મારા દેશ !

 

તારી જ્વલંત જ્યોતિથી દિશા પ્રદિશા પ્રજ્વલિત બનીતી :

પૃથ્વી પરિમલપ્રસન્ન પાવન બનીતી;

તારી કીર્તિપતાકા ભૂમંડળને પ્રભાવિત કરતી બધે ફરી વળીતી.

તારું જ્ઞાન, ગૌરવ, તારી ગરિમા, બધું જ અસાધારણ, અજોડ હતું.

અને આજે પણ ક્યાં નથી ?

પરંતુ તારા એ સર્વોત્તમ સિંહાસનને હલાવવા,

તને પીડા-પરિતાપના પારાવાર પ્રતિ બઢાવવા,

માનભંગ કરવા, તારી વિજયકૂચમાં વિઘ્નરૂપ થવા,

આજે કેટલાંક વિઘાતક વિદ્વેષભર્યા બળ કામ કરી રહ્યાં છે.

તારી વેદના-વહ્નિમાં એથી વધારે થયો છે.

છતાં પણ એ બળો સફળ નહિ થઈ શકે.

તું નહિ હારે; તારી આગેકૂચને એ નહિ મારે.

તું જાગ્રત છે અને આવી રીતે જ આથી પણ વધારે જાગ્રત રહેજે,

 

હે મારા દેશ ! મને વિશ્વાસ છે-તું નહિ હારે,

તારી વિકાસસાધના કીર્તિકૂચ મૂકીને નહિ હારે.

સંસ્કૃતિનાં સર્વોચ્ચ સુમેરુ શિખરો પર

સૈકાઓ પહેલાં આરૂઢ થયેલા મારા દેશ !

એકવાર ફરીથી ત્યાં આસીન થા.

પૃથ્વીને પ્રેરણા પા, મનુકુળનો માર્ગદર્શક થા !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer