કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

આગળ વધ

   
< BACK

અક્ષત

NEXT >
 

વેર નહિ પરંતુ પ્રેમ અને દ્વેષ નહિ પરંતુ રેમ જ આખરે વિજયી નિવડશે,

સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,

વિજયી નિવડશે.

 

સ્વચ્છંદ નહિ પરંતુ સંયમ, લાલસા કે વાસના નહિ પરંતુ સદ્દભાવના જ

આખરે તો સફળ થશે, શ્રેયસ્કર બનશે.

સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,

વ્યક્તિ તથા સમષ્ટિનું પરિત્રાણ કરશે.

 

ભોગ નહિ પરંતુ યોગ અને વિરોધ નહિ, મૈત્રીનાં જ મૂલ્યાંકન

આખરે આશીર્વાદરૂપ ઠરશે, મહીમંડળને મધુતાથી મઢશે.

સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,

જીવનને જ્યોતિર્મય કરીને જગતને જીવવા જેવું કરશે.

 

યુદ્ધ નહિ પરંતુ શાંતિ, અસત્ય નહિ પરંતુ સત્ય;

નિર્દયતા નહિ પરંતુ દયા, બંધન નહિ પરંતુ મુક્તિ;

પશુતા નહિ પરંતુ માનવતા અને ભેદભાવ નહિ પરંતુ અભેદભાવની જ વીણા

વિશ્વમાં વાગી ઊઠશે, ચેતનાની બધી જ જ્યોતિઓ જાગી ઊઠશે,

એવા વિશ્વાસથી આગળ વધ.

 

ઓ જ્યોતિર્મય, ઓ મારા દેશ !

સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,

વિષાદનું વમન કરીને, પીડાને પી જઈને

આપત્તિ અને અવમાનથી અલિપ્ત રહીને આગળ વધ !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer