કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કૃપાની પ્રાર્થના

   
< BACK

અક્ષત

NEXT >
 

હે મારા પરમ પ્રભુ !

દુઃખોને દૂર કર અથવા તો

ચિંતા તથા પરિતાપના પાવકને પ્રજ્વલિત ના કર

એવું હું નથી કહેતો.

મારી પ્રાર્થના તો એટલી જ છે કે,

એમાં હું અટવાઈ ના જાઉં,

પરંતુ એમાંથી સહીસલામત પાર ઊતરું.

એટલી કૃપા કરી દેજે !

 

કષ્ટ, પરિતાપ, યાતના કે વેદના તો તારો હથોડો છે.

એનાથી મારા જીવનને તું ઘડે છે,

ટીપે છે, અને અનુકૂળ આકાર આપે છે.

ફક્ત એ હથોડાથી એ એકદમ ટીપાઈને

ધ્વસ્ત કે નામશેષ ના થઈ જાય,

પરંતુ સાનુકૂળ અને સુંદર આકારમાં આવિર્ભાવ પામે,

એટલી કૃપા કરી દેજે !

 

હે મારા પરમ પ્રભુ !

દુઃખ, દર્દ, ચિંતા ને યાતના

આવવાના જ હોય તો ભલે આવે;

પરંતુ આટલું તો અવશ્ય કર :

મારા અંતરમાં ધૃતિ, તિતિક્ષા, ને વીરતા ભર:

એને લોખંડી કર. સનાતન સુખ ધર.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer