કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રકાશ, સુખ ને શાંતિ જ શાશ્વત છે !

   
< BACK

અક્ષત

NEXT >
 

અંધકારના અનેકાનેક આવરણો એકાએક બધે ફરી વળ્યાં.

ચપલા ચમકવા માંડી, ગગનમાં ગગડાટ શરૂ થયા,

થોડીવારમાં તો વરસાદ વરસવા માંડ્યો.

કુદરતની કળા તો જુઓ !

ધોળે દિવસે રાત્રીએ જાણે કે અંધારપટ પાથરી દીધો !

પરંતુ....ઘડી બે ઘડી પછી એનો પણ અંત આવ્યો.

સૂર્યનાં કોમળ કિરણો પર્વત પર બધે જ પ્રકાશી ઊઠ્યાં !

આકાશ નિરભ્ર બની ગયું; એના ઉત્સવમાં ચમકવા લાગ્યું.

અંધકારના અનંતાનંત આવરણો ભલે આવે,

ચિંતાની ચપલાઓ ચમકાર કરે,

વેદનાના વહ્નિ પણ ચારે તરફથી વીંટળાઈ વળે;

આપત્તિના અભ્રના ઘોર ગગડાટ થાય, વિષાદની વર્ષા થાય;

અરે, ઘડી બે ઘડીને માટે સૌભાગ્યનો સોનેરી સૂરજ છુપાઈ જાય, તો પણ શું ?

અંધકારની પાછળ પ્રકાશ જરૂર છે તેની મને ખાતરી છે.

ચિંતાની પાછળ નિશ્ચિંતતા, વિયોગની પાછળ યોગ,

વેદનાની પાછળ આનંદ આવવાનો જ છે એવી મારી પ્રતીતિ છે.

એટલે દુર્ભાગ્યના દિવસો આવે તોપણ શું ?

હું એમનાથી નથી ડરતો, એમને જોઈને નથી રડતો !

એ પસાર થઈ જશે અને

જીવનમાં પ્રકાશનાં પાવન કિરણો પથરાશે એની મને ખાતરી છે.

અંધકાર નહિ પણ પ્રકાશ જ,

દુઃખ કે દર્દ નહિ પરંતુ સુખ ને શાંતિ જ સ્વાભાવિક છે, શાશ્વત છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer