કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સ્વાભાવિક પ્રતીતિ

   
< BACK

અક્ષત

NEXT >
 

હનુમાનજીએ અયોધ્યાની રાજસભામાં, રામની સમક્ષ,

કહે છે કે, પોતાની છાતીને ખોલી બતાવી.

અને હૃદયમાં રહેલા રામની પ્રતિમાની સર્વે સભાજનોને પ્રતીતિ કરાવી.

ત્યારે જ શ્રીરામને, સીતાને, તથા બીજા બધાને ખાતરી થઈ કે,

હનુમાનજી પવિત્ર પ્રેમની પ્રતિમારૂપ છે.

એમના હૃદયના નાના કે મોટા કોઈયે ખૂણામાં,

શ્રીરામ વિના બીજું કાંઈ જ નથી.

 

મારા હૃદયને એવી રીતે ખોલી બતાવવાની જરૂર છે ?

તમારા વિના મારા હૃદયમાં બીજું કશું જ નથી રમી રહ્યું,

બીજા કોઈનું યે આસન નથી થયું.

એ વાતની પ્રતીતિ મારા દિલમાં ડોકિયું કરવાથી જ નહિ,

મારા રોમરોમનું દર્શન કરવાથી સહેલાઈથી થઈ રહેશે:

સ્વાભાવિક રીતે જ થઈ રહેશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer