કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

શાશ્વત સંસ્કૃતિ

   
< BACK

અક્ષત

NEXT >
 

શતશત પાંખડીએ પ્રકટીને પ્રસન્ન કરનારાં

પરિમલપાવન પુષ્પો પણ

છેવટે તો ઉપવનમાં શાંત થઈ ગયાં :

કમળો કળા કરી કરીને કરમાઈ ગયાં:

વિહંગના ગાન પણ મહીમંડળમાં મળી ગયાં.

ઉલ્લાસથી ભરેલી, ઉલ્લાસિત કરતી, ઉષાઓ

આકાશને આંગણે આવી અને આથમી ગઈ;

સંધ્યાઓ સ્વપ્નસમી બનીને શાંત થઈ.

જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ:

પરિવર્તનશીલ પ્રકૃતિ એવાં અનેકાનેક પરિવર્તનો કરતી જ રહી.

દીપકો જેમ પ્રકટે, મંદ પડે, ને બુઝાઈ જાય,

આ અવનિ પર એમ ન જાણે કેટકેટલી સંસ્કૃતિઓ

ઉદય પામી અને અસ્ત બની ગઈ :

પરંતુ તું અમર અને તારી સંસ્કૃતિ અમર છે ભારત !

કાળની કૂચ એને નહિ કરમાવી શકે.

પ્રતિકૂળતાના પવન વાય, તોફાનના તાંડવ થાય;

વિરોધીઓ વિષવમન કરે, કે દુશ્મનના દાવપેચ થાય;

દુઃખ, દર્દ, દુર્દિનના દાવાનલ જાગે:

ભાગ્ય ભારેખમ ભોગ માગે;

કદાચ તારી ભૂમિમાંથી થોડીક ભડકે પણ બળી જાય;

તો પણ શું ?

તારો આત્મા તો નહિ જ મરે :

તારી સંસ્કૃતિ છિન્નભિન્ન થશે તો પણ, નષ્ટપ્રાય તો નહિ જ બને.

તારા, ચંદ્ર અને સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશવાન,

પુષ્પો કરતાં પણ વધારે પાવન પુરુષો

તારા પ્રાંગણમાં પ્રકટ થતા જ રહેશે,

તને અનુપ્રાણિત કરશે,

તારી દિશા પ્રદિશાને સૌરભે ભરશે.

મારો જ નહિ, તારા વિરોધીઓનો પણ વિશ્વાસ છે :

તું શાશ્વત છે : તારી સંસ્કૃતિ શાશ્વત છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer