કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અભાગી દેશ

   
< BACK

અક્ષત

NEXT >
 

એ દેશ અભાગી છે, જે ધર્મ, નીતિ તથા ઈશ્વર પરની શ્રદ્ધા ખોઈ બેઠો છે;

અથવા તો એ શ્રદ્ધાનું પ્રદર્શન કરવા છતાં,

એના આચરણ પરથી હાથ ધોઈ બેઠો છે:

જેના રાજપુરુષો, નેતાઓ, વિચારકો રોજી કે રોટીને જ મહત્વની માને છે,

અને ભૌતિક સુખસંપત્તિને જ સર્વકાંઈ સમજી બેસે છે,

પરંતુ સુવિચાર, સંસ્કાર તથા સત્કર્મથી સુવાસિત

માનવતાની મહાવાટિકાને મહેંકતી કરવાની કોશિશ નથી કરતા.

જ્યાં વ્યક્તિ પોતાનો જ વિચાર કરીને જીવે છે અને આગળ વધે છે;

બીજાનો વિચાર નથી કરતી; અને

પોતાને માટે બીજાને નુકશાન કરતાં કે નષ્ટ કરતાં પાછું વાળીને નથી જોતી.

જ્યાં સત્તા કેવળ બળથી જ ટકે છે, શિલથી નહિ;

ધન કેવળ અધર્મ અથવા અન્યાયથી જ એકઠું થાય છે, ન્યાય ને નીતિથી નહિ;

સમૃદ્ધિ, સેવા કે સહકારનું સાધન નથી થતી, સ્વાર્થની સહચરી બની રહે છે;

વિદ્યા વેપાર થાય છે, વિકાસનું સાધન નહિ;

સૌંદર્ય વિલાસ માટે વપરાય છે, એની પાછળની પરમ શક્તિની શોધ માટે નહિ;

યૌવન જ્યાં મૌહાંધ કે ભ્રાંત બનીને ભમ્યા કરે છે;

સ્થિર કે સ્વસ્થ બનીને વિકાસને માટે સાધન નથી થતું;

જીવન જ્યાં પોતાનું મૂલ્ય ને મહત્વ ખોઈ બેસે છે,

અને આદર્શ વિનાનું બની રહે છે;

જેની પ્રજા પરની પ્રશસ્તિ કરે છે,

અન્યને અનુસરે પરંતુ જેને પોતાનું જ ગૌરવ નથી થતું;

પોતાનું જ સારું અથવા અનુકરણીય નથી લાગતું;

એ દેશની દયા ખાઉં છું !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer