કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

માળી

   
< BACK

અક્ષત

NEXT >
 

માળી ?

હા, માળી.

વિશ્વની વિશાળ વાટિકામાં તમે મને માળી કરીને મોકલ્યો છે :

હા; માળી કરીને.

માળી ઉદ્યાનમાંથી ફોરમવંતા ફૂલને ચૂંટી લે છે,

અને ઉદ્યાનની માટીને તથા બીજી મલિનતાને પડતી મૂકે છે,

તેમ સંસારમાંથી સારને ગ્રહણ કરીને હું સાચવી રાખું છું,

એને જ તમારી તથા બીજાની સેવામાં ધરું છું.

અને જે અસાર અથવા અશુલ છે એના તરફ અંગુલિનિર્દેશ નથી કરતો :

એનું પ્રદર્શન કરીને વિશ્વના વિમળ વાતાવરણને વિષથી નથી ભરતો.

આ મારી પ્રકૃતિ છે, આદત છે,

અને એ આવી જ અખંડ રહેવાની છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer