કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

શરદઋતુના આકાશને અવલોકીને

   
< BACK

અક્ષત

NEXT >
 

શરદઋતુના આજના આકાશને અવલોકીને

મને અપાર આનંદ થયો છે; ઘણું જાણવાનું મળ્યું છે.

મારી શંકા મટી ગઈ છે.

 

કેટલું બધું નિરભ્ર, સ્વચ્છ આકાશ છે ?

સુંદર તથા સુધામય પણ કેટલું ?

વર્ષાઋતુની પરિસમાપ્તિ પછીનું આવું આકાશ આજે જ જોવા મળ્યું છે.

 

મારા મનમાં અત્યાર લગી એમ હતું કે

જીવનમાં આટલી બધી અસાધારણ વિશુદ્ધિ

અથવા અમૃતમયતાનો આવિર્ભાવ નહિ થઈ શકતો હોય;

પરંતુ આજે મને પ્રતીતિ થઈ કે,

એવી શુદ્ધિ, સુંદરતા અને સુધામયતા શક્ય છે, એટલું જ નહિ, સત્ય છે.

 

એની પહેલાં વર્ષાનાં વાવાઝોડાં થાય,

વિઘ્નો કે વિષાદની વીજળી ચમકી જાય,

અશાંતિ અથવા તો અસ્વસ્થતાનાં અભ્ર પણ એકઠાં થાય,

પરંતુ આખરે તો એમનો અંત આવવાનો, એ બધાં વિખેરાઈ જવાનાં,

અને જીવન આવું જ-અરે આથી યે અધિક આકર્ષક,

અમીમય, અમલ બનીને પ્રકાશી રહેવાનું.

 

શરદઋતુના આજના આકાશને અવલોકીને

મારી એ શ્રદ્ધા જાગીને બળવત્તર બની ગઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer