કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

નિશ્ચયબળ

   
< BACK

અક્ષત

NEXT >
 

ગંગાના તોફાની તરંગો ઉછાળા પર ઉછાળા મારે છે,

એના પરથી એક નાનીશી નાવડી પસાર થઈ રહી છે,

સમીરના સુસવાટા ચાલે છે, ચંચલ ચપલા ચમકે છે,

ગગન ગડગડાટ કરે છે,

વરસાદ પોતાના તાંડવનૃત્યનો આરંભ કરતાં અવનીને આલિંગન આપે છે.

વાતાવરણ વધુ વિકરાળ બનાવનારું, ભયાનક છે,

છતાં પણ નાવિક નિર્ભય છે, વિહવળ નથી થતો :

ઉપરાઉપરી હલેસાં માર્યા કરે છે; આગળ ધપે છે.

પુરુષાર્થની પરમ ગાથા ગાતી નાવડી છેવટે નદીકિનારે પણ આવી પહોંચે છે.

 

તોફાની તરંગો આવો, સમીરના સુસવાટા શરૂ થાવ, ચપલાના ચમકાર હો,

ગગનની ગર્જનાઓની વચ્ચે મૂશળધાર વેદનાનો વરસાદ વરસો.

કમનસીબીની કહેવાતી બધી જ ક્રિયાઓ એમ ચાલુ રહો તો પણ શું ?

પ્રગતિના પાવન પથ પરથી પાછો નહિ હઠું,

હિંમત નહિ મૂકું, હતાશ નહિ બનું, ધ્યેય નહિ ચૂકું,

વિહવળ તથા ભયભીત થયા વિના મારી સફર ચાલુ જ રાખીશ.

બાહુમાં બળ, ઉરમાં ઉમંગ, શ્રદ્ધા, સંકલ્પ અને અંતર્યામીનો અનુગ્રહ છે,

પછી શું ? શેની બીક ?

નીકળ્યો જ છું તો ડરી કે ડગી જઈને અધવચ્ચે જ નહિ મરું !

સ્વપ્નાંને નિરર્થક નહિ જ કરું !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer